________________
પ્રાસ્તાવિક
ઓળખવાની શક્તિનાં દર્શન થયાં. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં થયેલા આ મહાપુરુષે આપણા સૌના ચિત્તમાં ઉદ્દ્ભવ પામતા અશુભ ભાવોને સંગૃહીત કર્યા છે. જેમ જેમ વાંચવાનાં થયાં તેમ તેમ અનહદ આનંદ આવ્યો. ત્યાર પછી શ્રી શંખેશ્વર મહાતીર્થના આંગણે આયોજિત શ્રી ઉપધાનતપ દરમ્યાન ઉપધાનતપના આરાધકો સામે ૬૩ દુર્ધ્યાનના વિષયને જ વ્યાખ્યાનમાં લેવાનો નિર્ણય થયો. તે દિવસોમાં કરાયેલાં વ્યાખ્યાનો અને તેની આગળ-પાછળ કરાયેલા ચિંતનો મારા આત્માને ભાવિત બનાવતાં ગયા. એ નિમિત્તે સ્વ-પરની ચિત્તવૃત્તિને અધિક-અધિક નિર્મળ કરવાનો, અનેકોના પતિત મનને પાવન કરવાનો જે અવસર મળ્યો, તેમાં આ ગ્રંથકાર મહર્ષિનો થયેલો ઉપકાર આજે પણ સ્મરણપથમાં વર્તાઈ રહ્યો છે.
૧૯
ઉત્તમાર્થરૂપ અનશનને સ્વીકારવા કટિબદ્ધ બનેલા શ્રમણ ભગવંતો જે મૃત્યુંને વરે છે તે પંડિત પંડિત મરણ કહેવાય છે. પંડિત પંડિત મરણની આરાધના કરનાર સાધક ‘ક્ષપક’ તરીકે ઓળખાય છે. આવા ક્ષપકને અંત સમયે ગીતાર્થ ગુરુ ભગવંત પૂર્વે થઈ ગયેલા ક્ષપકોની આરાધના સંભળાવે છે.
અનશન માટે સમુપસ્થિત થયેલો તે ક્ષપક સૌ પ્રથમ યુગાદિનાથ શ્રી ઋષભદેવથી લઈ ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામી સુધીના તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરે છે. ત્યાર બાદ બીજ બુદ્ધિના સ્વામી એવા શ્રી પુંડરીકસ્વામી વગેરે ગણધર ભગવંતોને નમસ્કાર કરે છે.
ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતગહ અને સુકૃત અનુમોદના કર્યા બાદ સાધક જીવનભર પાળેલાં પાંચ મહાવ્રતોનું પુનઃ પુનઃ સ્મરણ કરે છે.
હિંસાદિ પાપસ્થાનકનું પ્રત્યાખ્યાન કરે છે,
સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરે છે,
વૈર ભાવનો ત્યાગ કરીને સર્વ જીવોની ક્ષમા માગે છે,
સમાધિભાવને વધુને વધુ સુસ્થિત બનાવે છે,
ચાર પ્રકારની આહાર વિધિ, દશ સંજ્ઞાઓ, ત્રણ ગારવ, સોળ કષાય વગેરે અનેક દોષોનો ત્યાગ કરે છે,
આજ સુધીની વિરતિધર્મની આરાધના અને અંતમાં ફરી સ્વીકારેલી પાપનિવૃત્તિ ભવાંતરમાં મુક્તિનું કારણ બને તેવું પ્રણિધાન કરે છે.
જે મોક્ષમાં જવું છે તે મોક્ષને પામેલા સિદ્ધ ભગવંતો અને તે મોક્ષને-મોક્ષમાર્ગને બતાવનારા અરિહંત પરમાત્માને ભાવપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર કરે છે,
તારક તીર્થંકરોએ બતાવેલા તત્ત્વમાર્ગની શ્રદ્ધા કરે છે,
નિરપવાદ અનશનને સ્વીકારતો તે ક્ષપક ફરી એકવાર પાપોને વોસિરાવી નિરતિચાર અનશનનો સ્વીકાર કરે છે,
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org