________________
પ્રાસ્તાવિક
૧૭
પરમાત્મા શ્રી મહાવીરદેવના જ શિષ્યવરે સંરચન કરેલું હોવાથી આ આગમગ્રંથ રચનાની દૃષ્ટિએ ૨૫૦૦ થી વધુ વર્ષ પ્રાચીન છે. આ આગમગ્રંથ કેવળજ્ઞાની, ચૌદપૂર્વી, સૂત્રકાર પરમર્ષિઓ જે કાળમાં વિદ્યમાન હતા તે કાળથી જ નિશ્ચિતપણે સમાધિ સાધનાના સાધનરૂપે આ ગ્રંથ અનેકાનેક સાધકોને પરમ આલંબનભૂત બનેલ છે.
66
પ્રસ્તુત આગમનું પ્રાકૃત નામ “અર્પવ્યવસ્થાળ પડ્વયં” છે, જે સંસ્કૃતમાં “તુરપ્રત્યાઘ્યાનપ્રજીńમ્” નામે પ્રચલિત છે. નંદીસૂત્રકાર મહર્ષિ આ નામની વ્યુત્પત્તિ કરતાં જણાવે છે કે,
**
" आतुरः चिकित्स्यक्रियाव्यपेतस्य प्रत्याख्यानं यत्राध्ययने विधिपूर्वकमुपवर्ण्यते तदातुरप्रत्याख्यानम् {"
મૃત્યુની મંગળપળો જ્યારે આંખ સામે ઉપસ્થિત થાય છે, શારીરિક ચિકિત્સા કરવાનો સાધક પાસે જ્યારે અવસર હોતો નથી, માત્ર સમભાવે એણે જ્યારે મૃત્યુને વધાવવાનું રહે છે ત્યારે ‘આતુરતા’ પ્રગટે છે. તેવા આતુર બનેલા સાધકને ‘આતુર’ કહેવાય છે.
આતુર કક્ષાનો સાધક અંત સમયે ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતની ગર્જા, સુકૃતની અનુમોદના કર્યા બાદ નિરપવાદપણે સર્વ સાવધયોગોનો ત્યાગ કરવા સ્વરૂપ જે પ્રત્યાખ્યાન (નિયમ વિશેષ) કરે, તેને ‘આતુર પ્રત્યાખ્યાન” કહેવાય છે. આ આગમમાં આ જ વિષય વર્ણવાયેલો હોવાથી આ પ્રકીર્ણક “આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક” એમ સાન્વર્થક નામ ધરાવે છે.
66
ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકાર મહર્ષિએ સ્વતંત્ર નવું મંગલાચરણ ન કરતાં સ્વરચિત શ્રી ચતુઃશરણ પ્રકીર્ણક આગમમાં પોતે કરેલા મંગલાચરણને જ અન્વયી બનાવ્યું છે. એનાથી ચતુઃશરણ પ્રકીર્ણક સાથે આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકનો સીધો સંબંધ હોવાનું સૂચિત કર્યું છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો જિનોક્તતત્ત્વરૂપ ‘બાલપંડિતમરણ’નું સ્વરૂપ પ્રથમ ગાથામાં બતાવ્યું છે, તે દ્વારા વિષય નિર્દેશનરૂપ મંગલાચરણ કર્યું પણ છે. જે આત્મા સમ્યગ્દષ્ટિ છે, જેણે દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો છે તેવો સાધક સમાધિપૂર્વક જે મરણને પ્રાપ્ત કરે તે મરણ ‘બાલપંડિત મરણ’ કહેવાયું છે. પહેલી ગાથામાં આ વાત કરી ગ્રંથકાર ગ્રંથનો પ્રારંભ કરે છે.
ગ્રંથની સાથો સાથ
દેશવિરતિધર શ્રાવક સર્વવિરતિથી રહિત હોવાના કારણે તે અંશે બાલ છે અને આંશિક વિરતિને ધારણ કરનાર હોવાના કારણે તે અંશે પંડિત છે. આ રીતે બાલ – પંડિત બે શબ્દોના સરવાળે બનેલા બાલપંડિતકક્ષાના તે શ્રાવકના બાર વ્રતોની કાંઈક સમજ ગાથા-૨થી ગાથા-૫ સુધીમાં સ્પષ્ટ કરી છે.
ગાથા-૬ અને ૭માં બાલપંડિતમરણને જે વિશેષ અક્ષરદેહ આપ્યો છે. જીવવાની આશાથી જે સાધક હજુ મુક્ત બન્યો નથી, તે કા૨ણે જેણે હજુ અંતિમ સંલેખના કરી નથી અને અણધાર્યું મૃત્યુ જેના આંગણે આવીને ઉભું છે, તેવો વ્રતધારી શ્રાવક પોતાના ઘરમાં જ સંથારામાં બેસીને આ પ્રકારના મરણનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org