________________
ગુણિયલ ગુરુ ગુણયશસૂરિ વંદનાષ્ટક (હરિગીતમ્)
નિર્મમ અને નિઃસંગ થઈ જે જીવનભર જીવતા રહ્યા, નિર્પ્રન્થ ને નિઃસ્વાર્થ થઈ ઉપકારને કરતા રહ્યા; આદર્શ અનુશાસક અને નિર્દોષ માત સમા બન્યા, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચરણમાં હો વંદના. ૧
જે સૂર્યના પહેલા કિરણથી અધ્યયનમાં ડૂબતા, ને સૂર્યના છેલ્લા કિ૨ણથી ગ્રંથરત્નને મૂકતા; અંધારપટ જે રાત્રિનો તે જાપ ધ્યાને કાપતા, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચરણમાં હો વંદના. ૨
જે દેવ નેમિનાથ ને સિદ્ધિસૂરિ ગુરુરાજના, નિર્દંભ અનુયાયી બન્યા શ્રી રામચંદ્ર-સૂરિતણા; એ દેવ ને ગુરુવર કૃપાથી દેવ ને ગુરુ સમ થયા, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચરણમાં હો વંદના. ૩
Jain Education International 2010_02
જ્યારેય તપ, જપ, ધ્યાનની સિદ્ધિમહીં વિઘ્નો નડે, જ્યારે ય દીક્ષા-પ્રાપ્તિનો પાવન-પંથ જ ના જડે, ત્યારે તમોને યાદ કરતાં સફળતા તત્ક્ષણ મળે, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચરણમાં હો વંદના. ૪
શ્રાવક જીવન કેમ જીવવું ? - જો જાણવાની આશ છે, સંયમ-જીવન કેમ જીવવું ? - જો માણવાની હોંશ છે; તો ધ્યાનથી નિરખો જીવન ને મૃત્યુ શ્રી ગુરુરાજનું, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચરણમાં હો વંદના. ૫
જીવનતણી હ૨૫ળમહીં જિનણનું ગુંજન હતું, વ્યવહારની મૂર્તિ મહીં ગુરુ આણનું અંજન હતું; તે આણનું પ્રગટીકરણ જસ કાર્યમાં નિશદિન હતું, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચ૨ણમાં હો વંદના. ૬
કાર્યો ઘણાં શાસનતણાં થાતાં વચન-ઉપદેશથી, વર્ષા થતી લક્ષ્મીતણી જેના સુભગ-સાંનિધ્યથી; શુભ ભાવનો દરીયો ઉછળતો સૌમ્ય જસ કરુણા થકી, ગુણિયલ શ્રી ગુણયશ સૂરીશ્વર ચરણમાં હો વંદના. ૭
જ્યારે વિષય વળગે મને ત્યારે તમે જ બચાવજો, કનડે કષાય વળી મને ત્યારે તમે જ નિવારજો; ગુણ-કીર્તિ-યશ-ને રત્નત્રયી દઈ ભીમ-ભવથી ઉગારજો, ગુણિયલ શ્રી ગુણયશસૂરીશ્વર ચરણમાં હો વંદના. ૮
For Private & Personal Use Only
www.jainelibrary.org