________________
૧૮
પ્રાસ્તાવિક
સ્વીકાર કરે છે. તે શ્રાવક ત્રણ પ્રકારના શલ્યોને દૂર કરી અને પૂર્વના પાપોની આલોચના કરવાપૂર્વક બાલપંડિત મરણને સ્વીકારે છે. અહીં ટૂંકમાં બાલ-પંડિત મરણની વિધિ બતાવી છે. એ જ મરણને વિસ્તારથી જાણવા માટે ગ્રંથકારશ્રી સ્વરચિત ભક્તપરીજ્ઞા પ્રકીર્ણક ગ્રંથનો તેઓશ્રીએ નિર્દેશ કર્યો છે. મૂળગાથામાં દર્શાવેલ આ વાતથી એવું સ્પષ્ટપણે જણાય છે કે યા તો ગ્રંથકારશ્રીએ ‘ભક્ત પરીક્ષા પ્રકીર્ણક'ની પહેલાં રચના કર્યા પછી આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકની રચના કરેલ છે, યા તો આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક રચતી વખતે તેમણે ભક્ત પ્રત્યાખ્યાન પ્રકીર્ણકના પદાર્થની સંકલના કરી લીધી હોય.
ગાથા-૮ સુધી, બાલપંડિતમરણની વ્યાખ્યા, સ્વામી અને વિધિની વાત કર્યા પછી ગાથા-૯માં તેનું ફળ બતાવતાં જણાવે છે કે, બાલપંડિતમરણને આરાધનારો આત્મા અનંતર ફળ (તત્કાળ ફળ) તરીકે કલ્પોપપન્ન વૈમાનિક દેવલોકને પ્રાપ્ત કરે છે. પારંપરિક ફળ તરીકે ઉત્કૃષ્ટથી સાતભવમાં મોક્ષને હાંસલ કરે છે.
આગળ વધતાં ગાથા-૧૦ના ઉત્તરાર્ધથી પંડિતપંડિતમરણની વાત શરૂ થાય છે અને તે ગાથા-૭૧માં ગ્રંથ સમાપ્તિની સાથોસાથ પૂરી થાય છે. આમ મુખ્યતાએ આ પ્રકીર્ણકમાં પંડિત પંડિત મરણના સ્વરૂપને જ વિસ્તારથી દર્શાવેલ છે.
-
ગાથા-૧૧માં અનશન માટે ઉપસ્થિત થયેલો તે પંડિત કક્ષાનો સાધુ અગં નિવામિ । ભૂતકાળના પાપોની નિંદા-ગર્હા કરે છે, પટ્ટુબનું સંવરેમિ । - વર્તમાનકાળના પાપપ્રવૃત્તિમાં સંવરણ કરે છે અને ગળામાં પવ્યવસ્વામિ ।- ભવિષ્યના પાપોનું પ્રત્યાખ્યાન કરે છે. મનની અભાવિત અવસ્થામાં ઉત્પન્ન થયેલા ૬૩ પ્રકારના દુર્ધ્યાનના કારણે વ્રતાદિ ગુણોમાં લાગેલા અતિક્રમ વ્યતિક્રમ - અતિચાર - અનાચાર આદિ દોષોની એ સાધક માફી માંગી પ્રતિક્રમણ કરે છે. આ વાતને સમજાવવા ગ્રંથકારશ્રીએ સૂત્રશૈલીનો ઉપયોગ કર્યો છે. જેમાં ૬૩ પ્રકારનાં દુર્ઘાનોની વાત આતુર પ્રત્યાખ્યાનની આગવી વિશેષતા છે, અન્યત્ર ક્યાંય એનો નિર્દેશ નથી મળતો. આ દુર્ધ્યાનોના સ્વરૂપ વર્ણનને સમજવા વ્યાખ્યાકારોએ દૃષ્ટાંતોનો નામનિર્દેશ પણ કર્યો છે.
આ દૃષ્ટાંતોના નામોને પછીના ગ્રંથકારોએ શ્લોકોમાં ઢાળ્યા છે. તો કેટલાક ગ્રંથકારોએ ૬૩ દુર્ધ્યાનના સંપૂર્ણ વિષયને અહીંથી લઈ પોતાના ગ્રંથમાં સમાવ્યો છે.
મોહાધીન જીવોના મનમાં અનેક પ્રકારના અશુભ ભાવો ઉત્પન્ન થાય છે. કાળ, પ્રકૃતિ કર્મ કે નિમિત્તના પ્રભાવે ઉત્પન્ન થતા તે દરેક અશુભભાવોને તેમણે આ ૭૩ દુર્ધ્યાનના નિરૂપણમાં સાંકળી લીધાં છે. કલુષિત ચિત્તવૃત્તિને ઓળખી દૂર કરવા માટે પ્રત્યેક સાધકને આ ૬૩ દુર્ધ્યાનનું જ્ઞાન આલંબનરૂપ બને તેવું છે.
આ અવસરે એટલું ચોક્કસ જણાવવાનું મન થાય છે કે, શ્રી શંખેશ્વરજી મહાતીર્થ તરફના વિહારમાં આ પ્રકીર્ણક અને ૬૩ દુર્ધ્યાન જોવાનાં થયાં. ત્યારે ગ્રંથકાર મહર્ષિમાં રહેલી આપણી ચિત્તવૃત્તિને
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org