Book Title: Agam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra
Author(s): Veerbhadra  Gani, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ગુરુદેવનું જીવન ચરિત્ર આ મહોત્સવે વડીલોએ બંને ગણિવરોને પંન્યાસપદથી અલંકૃત કરવાનો નિર્ણય કરેલો. પરંતુ એમની પરમાત્મ ભક્તિ, ગુરુભક્તિ અને સમુદાય ભક્તિમાંથી સર્જાયેલ પુણ્યે અચાનક વાયરો પલટાતાં પંન્યાસપદ ઉપરાંત પાઠક અને સૂરિપદ લક્ષ્મીથી તેઓને અલંકૃત કરવાનો નિર્ણય કરાયો. વૈ.સુ. ૬ના પંન્યાસ અને પાઠક પદવી થઈ અને શ્રી નેમનાથદાદા ગાદીએ બેઠા ત્યારે વૈ.સુ. ૭ના સુમુહૂર્તે હજારોની મેદની અને લાખ્ખો રૂપિયાની ઉછામણીઓના માહોલમાં બંને પિતા-પુત્રો સૂરિપદથી શોભાયમાન બન્યા. વડીલોએ હિતશિક્ષા આપી કે પૂ. ગુરુદેવના સમુદાયના ગૌરવને વધારનારા બનજો ! ‘તહત્તિ' કહીને સ્વીકૃત કરાયેલાં એ હિતવચનોને જીવનભર આબાદ નીભાવ્યાં. સ્વ જીવનમાં જીવી જાણ્યાં. ૧૧ વિ.સં. ૨૦૫૧ની સાલથી વર્ધમાન તપોનિધિ સૂરિદેવશ્રીજીની નિશ્રામાં પુત્રસૂરિજીના સ્વતંત્ર ચાતુર્માસો થવા લાગ્યાં. અમદાવાદ-સુરત-મુંબઈ અને પાલીતાણામાં ચાતુર્માસો થયાં. શેષકાળમાં છેક ગિરનારજીથી લઈ રાજસ્થાનના નાકોડાજી સુધી અને મહારાષ્ટ્રમાં પૂના-નાસિકના પટ્ટામાં ય વિચરણ કર્યું. છેલ્લી શક્તિ પહોંચી ત્યાં સુધી તેઓ ચાલતા રહ્યા. શરીરે સાથ આપવાનો બંધ કરતાં ડોલીનો સહારો લેવો પડ્યો. પણ એમનો તપ, ત્યાગ, સ્વાધ્યાય,જપ અને આવનાર હર કોઈને સંસાર ત્યાગ કરી સંયમી બની જવાની જ એકમાત્ર હિતશિક્ષાનું દાન આમાં કોઈ ફેર ન પડ્યો. વાત્સલ્યના તેઓ મહાસાગર હતા. અનુશાસનમાં તેઓ અવ્વલ હતા. કોઈની ય નાનકડી ય ભૂલ ચલાવતા નહિ. નાનકડા ય ગુણને બિરદાવ્યા વિના રહેતા નહિ. એમનામાં એમના પૂ. ગુરુદેવનો વારસો પ્રતિફળ બનીને અવતર્યો હતો. જયણા એમને વરેલી હતી. ઉપયોગ એમનો અત્યંત તાજો હતો. નજર છેલ્લા દિવસ સુધી સતેજ હતી. પાંચે ઈન્દ્રિયો અકબંધ અને પ્રશસ્ત બનેલી હતી. પ્રમાદ એમણે કર્યો નહિ અને પ્રમાદને એમણે ગાંઠ્યો પણ નહિ. એમનું ધારેલું હિતકર કાર્ય એ કરીને જ રહેતા. માત્ર ૧૬ વર્ષ જેટલા જાહેર જીવનમાં એમના હાથે ૧૦૦ જેટલા પુણ્યાત્મા દીક્ષિત બન્યા. બીજા ૧૦૦ જેટલા એમની પ્રેરણાથી વૈરાગી બની અન્યત્ર દીક્ષિત બન્યા હશે ! ૭૦ જેટલા ગૃહમંદિરોની પાવન પ્રતિષ્ઠા એમણે કરી. એમના પરિવારમાંથી ૨૬ પુણ્યાત્માઓની દીક્ષા થઈ, ગામ-પથકમાંથી ૩૩ પુણ્યાત્માઓ સંસારને અલવિદા કરી ચાલી નીકળ્યા. દસ જેટલા તો છ-રી પાલક સંઘો નીકળ્યા, જેના દ્વારા અઢળક શાસન પ્રભાવના થઈ હતી. ૧૨ શિખરબદ્ધ જિનાલયોની તેઓશ્રીની વરદ હસ્તે અંજન-પ્રતિષ્ઠાઓ થઈ. સાતે ક્ષેત્રમાં એમના ઉપદેશથી કરોડોનું દ્રવ્ય વપરાયું. મોટી મોટી ઉછામણીઓમાં એમની પ્રધાન નિશ્રા રહેતી. શ્રી ભોરોલતીર્થ તેમજ સ્મૃતિમંદિર અંજન પ્રતિષ્ઠાની ઉછામણી, સમેતશિખરજી તલેટી તીર્થ, લાલબાગ ભૂલેશ્વર જિનાલય અંજન પ્રતિષ્ઠાના ચડાવા વગેરે એમાંનાં આંખે ઉડીને વળગે એવા કેટલાક દાખલા છે. Jain Education International. 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 400