Book Title: Agam 25 Prakirnak 02 Atur Pratyakhyan Sutra Author(s): Veerbhadra Gani, Kirtiyashsuri Publisher: Sanmarg Prakashan View full book textPage 7
________________ જેઓના સાધનાપૂત પુણ્ય પ્રભાવે આ ગ્રંથરત્નનું સર્જન-સંપાદન થયું તેઓના પરમ પવિત્ર કરકમળોમાં શ્રદ્ધાસભર હૃદયે સમર્પણમ –૯ મારી અતિ નાની વયથી જ જેઓશ્રીએ મને શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવ્યું. » જરાક સમજણો થયો એટલે ‘સંસાર કેવો ? ખારો-ખારો' અને “મોક્ષ કેવો ? મીઠો-મીઠો’ સમજાવ્યો. * ચાર વર્ષની ઉંમરે આયંબિલ કરતો કર્યો, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પાઠશાળાનો વ્યસની બનાવ્યો. ૯ વચનસિદ્ધ પૂ.આ.શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) - મહારાજાના ખોળામાં મારું સમર્પણ કર્યું. ‘આપણે દીક્ષા જ લેવાની છે' તેવા સંસ્કાર દઢમૂળ કર્યા. પૂ. બાપજી મહારાજાનો કાળધર્મ થતાં તેઓશ્રીમદ્ભા આદર્શોના સાચા વારસદાર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો મને ભેટો કરાવી આપ્યો. જન્મથી અંતિમ સમય સુધી... મા કરતાં ય વધુ વાત્સલ્ય આપ્યું, બાપ તરીકે કડક અનુશાસન કર્યું, ગુરુ તરીકે ગુરુનાં કર્તવ્યો અદા કરવામાં ક્યારેય પાછી પાની ન કરી પોતાના સ્વાર્થોનું વિસર્જન કરી મને પરમ ગુરુદેવની સેવામાં જોડ્યો... ૮૬ વર્ષની જૈફ વયે પણ ટટ્ટાર બેસી, અનેક રોગોની સામે ઝીંક ઝીલી જપ-યોગ, સ્વાધ્યાય યોગ અને પરમ સમાધિમાં ઝીલતા રહી જેઓએ મારું અને મારા શિષ્યપ્રશિષ્યાદિ ગણનું અખંડ યોગક્ષેમ કર્યું છે, તે સ્વનામધન્ય, આજીવનગુરુચરણસેવી, | નિઃસ્પૃહમૂર્તિ, વીશસ્થાનકતપપ્રભાવક, વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પાવન કરકમળોમાં આગમ - શ્રીઆતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણકમ્ ગ્રંથરત્નનું સમર્પણ કરી ધન્ય બનું છું. - વિજય કીર્તિયશસૂરિ Private & Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 400