Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મૂલ્યાંકન કરવામાં કે તેના વિશેષ ગુણોને પ્રગટ કરવામાં મનુષ્ય માત્રને બૌદ્ધિક હક્ક પ્રાપ્ત થયેલો છે. તદનુસાર આપણે પણ યથા સંભવ પ્રયાસ કરીશું.
ત્રીસમાં પદમાં પસાથ ભાવનું વિવેચન છે. પાસાયા માં મતિજ્ઞાનનો છેદ કર્યો છે અને “સાકાર ઉપયોગ”ના આઠ ભેદમાંથી છ ભેદ ગ્રહણ કર્યા છે.
અહીં આપણે મૂળ તત્ત્વને તપાસીએ ત્યારે જ પાસા ભાવ સ્પષ્ટ થશે..”
આત્મા શક્તિનો ભંડાર છે. સમયે સમયે ક્ષયોપશમ થવાથી જીવના ગુણો યથાસંભવ પ્રગટ થાય છે. પ્રગટીભૂત થયેલા ગુણો ભિન્ન-ભિન્ન અવસ્થામાં આત્મા સાથે સંકળાયેલા રહે છે. ક્ષયોપશમ થયા પછી ઉદ્ભવેલો ગુણ જીવની સંપત્તિ બને છે, પરંતુ પ્રગટ થયેલો ગુણ હરક્ષણે ક્રિયાત્મક થાય, તેવું નિશ્ચિત નથી. મોહાદિ ભાવ, તેનો ઉદય અને ક્ષયોપશમ અથવા જીવના બીજા કેટલાક જ્ઞાનાત્મક કે વીર્યાત્મક ગુણો પણ પ્રગટ થયેલા ગુણોને ક્રિયાત્મક બનાવવામાં કારણ બને છે. આ કારણોને આધારે સંપત્તિ રૂપ ગુણ પ્રયોગમાં આવે છે.
જૈન દર્શનમાં આવા જ્ઞાન-દર્શન ગુણના પ્રયોગાત્મક રૂપને “ઉપયોગ” કહેવામાં આવે છે. ગુણનો “ઉપયોગ” થયા પછી પણ ગુણની ક્રિયા સર્વથા નિષ્ફળ કે શૂન્ય હોતી નથી. તેનું પણ કંઈક ફળ હોય છે અથવા સ્થાયી સંસ્કાર હોય છે. આવા સંસ્કારો, પદાર્થના સ્વરૂપને વધારે સ્પષ્ટતાથી ગ્રહણ કરે છે અને તે કેવળ વર્તમાન કાળ નો પરિચય પ્રાપ્ત કરી અટકતા નથી પરંતુ પદાર્થના ભૂતકાળને તથા ભવિષ્યકાળને પણ સ્પર્શ કરે છે; કહો કે તે ત્રિકાળ વિષયક બને છે.
આ વિવેચનને આપણે એક ઉદાહરણથી સમજીએ. એક પક્ષીને કાલક્રમમાં અંતરાયના ક્ષયોપશમથી ઉડવાની શક્તિ પ્રાપ્ત થઈ. ગુણનું આ પ્રથમ સ્ટેઈજ છે. ઉડવાની શક્તિ પ્રાપ્ત થયા પછી તે સતત ઉડતું જ રહે એવું નથી, પરંતુ તેમની આહાર આદિ ઇચ્છાઓ કે બીજા ભયજનક કારણોથી તે ઉડે છે. ગુણનું આ ક્રિયાત્મક રૂપ છે; આ બીજી ભૂમિકા થઈ. ત્યાર બાદ જે જગ્યાએ તેને ભય લાગ્યો છે અથવા જ્યાં ચારો મળ્યો છે, તે બંને જગ્યાએ ન જવાના કે જવાના સંસ્કાર ઉદ્ભવે છે. આ સંસ્કાર તે ગુણની ત્રીજી ભૂમિકા છે, ત્રીજી ભૂમિકામાં ભૂત-ભવિષ્યનું અવગાહન છે. ત્યાર બાદ પણ ગુણોનો અલગ અલગ રૂપે વિસ્તાર થતો રહે છે.
અહીં શાસ્ત્રકારે પાસળ શબ્દથી સાકાર ઉપયોગની ત્રીજી ભૂમિકાનો સ્પર્શ કર્યો છે અને જ્ઞાનના પ્રસ્તટને ખોલ્યું છે. પાસ ની વ્યાખ્યા પ્રમાણે મતિજ્ઞાનમાં વૈકાલિક અવગાહન સંભવ નથી, તેથી તેનો છેદ કર્યો છે. મતિ અજ્ઞાન અને મતિજ્ઞાન બંનેમાં આ નિર્બળતા છે. અહીં પાઠકે સાવધાન રહેવાની જરૂર છે. જૈન દર્શનનું અજ્ઞાન