Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેડમાં) માં જાયેલી વિશ્વ પરિષદમાં ભાગલેવાનું નિમંત્રણ મળ્યું ત્યારે નાદુરસ્ત તબિયતના કારણે તેમનાથી નિયંત્રણને સ્વીકાર કરી શકાશે નહિ.
નાદુરસ્ત તબિયત હોવાને કારણે પણ સ્થાનિક પ્રવૃત્તિઓ તદન બંધ કરી શક્યા નહિ ૧૯૬૯ મા તેમને “આંધ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પદે ચૂંટવામાં આવ્યા. એ સ્થાને તેમણે બે વરસ સુધી કામગીરી બજાવી. તે
SER, દરમ્યાન વ્યાપારી આલમની વિવિધ સમસ્યાઓને સરકાર સમક્ષ રજુ કરવામાં અદમ્ય ઉત્સાહ દાખવ્યે તેમના સૂચિત ઉકેલેનું રહસ્ય રહેતું વધુ ઉત્પાદન અને આમજનતાની સુખ વૃદ્ધિ. તેમને અભ્યાસ વિષય હતે અર્થશાસ્ત્ર અને કરવેરા. સરકાર તરફથી તેમને “Regional Board of direct taxes” ના સભ્યપદે નિમવામાં આવ્યા હતા. સાથે તેઓ “All India Manufacturers Association ” ના મદ્રાસ બેડની કાર્યવાહક સમિતિમાં તે હતા. આમ હૃદય રોગના હુમલા પછી પણ એમણે સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં તે સક્રિયતા દાખવ્યાજ કરી. શરીર પર માઠી અસર તે ચાલુજ રહી ને બે મહિનાની માંદગીને અંતે ૧૯૭૨ ના જુલાઈની રરમી તારીખે તેમને સ્વર્ગવાસ થયે એ માંદગી દરમિયાન પણ તેમની ધાર્મિક પ્રવૃત્તિઓમાં એકદમ વધારે તેજ રહ્યો. ધર્મના પુસ્તક અને ચર્ચા ચાલુ રાખી. છેવટ સુધી નવકાર મંત્રનું રટણ ચાલુજ હતું
કુટુમ્બી જનોએ વત્સલ પિતા અને વડિલ, જ્ઞાતિજનોએ પ્રભાવશાળી વ્યક્તિત્વ, સમાજે સંન્નિષ્ઠ કાર્યકર અને દાતા તથા વ્યાપારી આલમે બુદ્ધિમાન કાર્યદક્ષ પ્રતિનીધિ અને માર્ગદર્શક ગુમાવ્યા. હાર્દિક દુખ સાથે અંતિમ એજ મહેચ્છા કે સ્વર્ગસ્થ આત્મા પરમ સુખને પ્રાપ્ત કરે.
મંત્રી શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિ,