Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 17
________________ જ્યાં શ્રમણ ભગવન્ત મહાવીર બિરાજે છે ત્યાં કુણિક રાજા આવ્યા. આવીને ભગવાન મહાવીરને પાંચ પ્રકારના અભિગમપૂર્વક વન્દન કરે છે. તે પાંચ અભિગમ નીચે મુજબ છે – (૧) સચેત દ્રવ્ય (પદાર્થો)ને દૂર રાખે છે. (૨) અચેત દ્રવ્યને ધારણ કરે છે. (૩) એક શાટિક-સાંધા વિનાનું એક સળંગ આખું કપડું. તેનું જમણ માટે ઉત્તરા સંગ કરે છે. (૪) ભગવાન દષ્ટિગોચર થતાંજ હાથ જોડે છે. (પ) મનને એકાગ્ર કરે છે. વિશેષ જ્ઞાન માટે આજ પ્રમાણે બીજા આગમમાં અનુસધાન કરવું જોઈએ. હવે અહિં અનુત્તરપપાતિક દશાંગનો શબ્દાર્થ બતાવવામાં આવે છે: મન=નહીં ઉત્તર શ્રેષ્ઠ છે અન્ય વિમાન જેનાથી, એવાં વિજય. વૈજયન્ત, જયન્ત અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં કપાતર ઉત્પન્ન થવું. અને ર્થાત્ વિજય, જયન્ત, જયન્ત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ, નામના સર્વશ્રેષ્ઠ વિમાનેમાં ઉત્પન્ન થવાવાળા “ગુજરાતિ છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાવાળા જાલિ કુમાર આદિદશ અધ્યયન વાળે જેને પ્રથમ વર્ગ છે તે અનુત્તરવાતિવરાત્રી છે. અહિં દશ શબ્દ લક્ષણાથી કથાવસ્તુનું જ્ઞાન કરવાવાળે છે. કેમકે ભગવાન દ્વારા આ અંગેને ધર્મકથારૂપે ઉપદેશ દેવાએલ છે. તે નવમા અંગનું આ પ્રથમ સૂત્ર છે. તે જ ઈત્યાદિ. આર્યસુધર્મ પરિચય જે કાળ જે સમયમાં રાજગૃહ નામે નગર હતું. તે કાળ તે સમયમાં અર્થાત્ ચોથા આરાના હીયમાન રૂપ સમયમાં (જેમાં આયુષ્ય, અવગાહના, વણે, રૂપ, રસ, જ્ઞાન અને શકિત આદિને હાસ થતો હોય તેને હીયમાન કહે છે) રાજગૃહ નગરની બાહેર ગુણશિલક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરના પાંચમાં ગણધર શ્રી આર્ય સુધર્મા સ્વામી પધાર્યા, જે જ્ઞાનાચાર, દર્શનાચાર, આદિ આચાર રૂપ ગુણોથી યુકત હોય તેને આર્ય કહે છે, તે આ ગુણેથી અલંકૃત હતા. માટે તેમને આર્યશબ્દથી લાવવામાં આવતા હતા. જેને ધર્મશ્રેષ્ઠ હોય તેને સુધર્મા કહે છે એવા આર્ય સુધર્મા સ્વામી ત્યાં પધાર્યા. તેમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે: કલાક’ નામે સન્નિવેશમાં “ધમ્મિલ” નામને એક બ્રાહ્મણ રહેતા હતા, તેની સ્ત્રીનું નામ “ભક્િલા” હતું. તેમના પુત્ર સુધર્યા હતા, તેમણે પચાસ વર્ષની ઉમરે શ્રમણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્રીશ વર્ષ સુધી ભગવાન શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર


Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62