Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે કાળમાં ભરત અરવત આદિ ક્ષેત્રના મનુષ્યનું શરીર, આયુષ્ય, બુદ્ધિ, બલ, આદિ વૃદ્ધિ પામતાં હોય તેને ઉત્સર્પિણી કાળ કહે છે, અને જે કાળમાં સાપના મુખથી પુંછડી સુધીના શરીરની જેમ ક્રમશ: આયુષ્ય બલ બુદ્ધિ આદિને પાસ થતે હેય તેને અવસર્પિકાળ કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં છ છ આરા હોય છે, એ પ્રકારે અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ પૂરી થાય ત્યારે એક
દારિક-પુદગલ-પરાવર્ત થાય છે. એ જ રીતે સાતેય પુદગલ–પરાવર્તમાં અનન્તઅનન્ત કાળચક વ્યતીત થઈ જાય છે.
સંસારસ્વરૂપ વર્ણન
એ પ્રમાણે ભગવાન સમીપે જીવન ચતુર્ગતિભ્રમણકારક અનન્ત પુદ્ગલપરાવર્તાના સ્વરૂપને સાંભળી તથા અપાર મહાસાગર સમાન સંસારને જાણ ધન્યકુમાર જન્મ, જરા, મરણ અને આધિવ્યાધિ-ગ્રસ્ત જીવનાં મહાદુઃખને સમજી તે હદયમાં વિચારવા લાગ્યા
સંસારમાં સર્વે જીવ દુઃખી છે, કેઈ પણ સુખી દષ્ટિગોચર થાતું નથી. માતાને ગર્ભમાં આવતાં જ જીવ માતાની સ્વતંત્રતાનું અપહરણ કરી લે છે, પિતે પણ ધમણીયોની જાળથી બંધાએલ, જરાયથી પરિવેષ્ટિત (વીટાએલું), હાથ–પગથી બંધાએલ તથા ઉંધા લટકવાથી ગર્દનની પીડાને લીધે અત્યન્ત દુઃખિત થઈ મહાન્ધકાર–યુકત અશુચિ–સ્થાનમાં રહી સર્વ પ્રકારે પરતન્ત્રતાને અનુભવ કરે છે.
ત્યાં માતાના નિયમ–વિરુદ્ધ ઉઠવા–બેસવા તથા હરવા-ફરવાથી અત્યન્ત દુખિત થાય છે. ગર્ભમાં માતાથી ખવાતા અન્નાદિના તીખા, કડવા, કષાયલા, ખારા, ઠંડા તથા ગરમ રસરૂપ ઉચ્છિષ્ટ પદાર્થોથી કલેશ પામે છે. એ પ્રમાણે તીવ્ર કષ્ટ ભેગવતા કેઈપણ રીતે નવ માસ સાડાસાત દિવસના નિયતકાળ પર્યન્ત ગર્ભની મહાન વેદના સહન કરી જ્યારે જન્મ લે છે ત્યારે પ્રસૂતિ કાળના પવનથી અત્યન્ત પીડિત હોઈ તથા એ દુસહ દુઃખથી મૂચ્છિત થઈ મરેલાની માફક ગર્ભથી પડી જાય છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર