Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધન્ય અનગારકા શરીર વર્ણન
“તy of R” ઈત્યાદિ. તે ધન્યકુમાર અણગાર આ ઉદાર-પ્રધાન તપથી સર્વથા સુકાઈ ગયા, તથા રૂક્ષ થઈ ગયા તે પણ તેઓ રાખથી ઢંકાએલી હવનની અગ્નિ સમાન બહારથી તેજ-રહિત હોવા છતાં પણ બંધક ત્રાષિની માફક આત્મતપ-તેજથી અધિક–અધિક દેદીપ્યમાન થયા. (સૂ૦ ૧૫)
હવે ધન્યકુસાર અણગારના તીવ્ર તપનાં પ્રભાવે દેદીપ્યમાન કાન્તિયુક્તશરીરનું વર્ણન કરાય છે.– “પuTH if ઈત્યાદિ.
ધન્યકુમાર અણગારના ચરણ (પગ) તપને કારણે સુકાઈ ગએલા વૃક્ષની છાલ, કાષ્ટપાદુકા અથવા જર્જરિત પગરખાં સમાન શુષ્ક, રૂક્ષ અને માંસરહિત થઈ ગયા હતા, કેવળ હાડકાં ને ચામડા તથા નાનાં જાળથીજ તેઓનાં ચરણ (પગ) દેખાતા હતા. પણ તેમાં માંસ તથા લેહી જરાપણ દેખાતા હેતા. (સૂ૦ ૧૬)
પugya’ ઈત્યાદિ. અતિશય તપના કારણે અણગારના પગની આંગળીઓ અપરિપકવ અવસ્થામાં તેડેલ તથા તેજ ધૂપમાં સુકાએલ શુષ્ક, પ્લાન-કરમાએલ, વટાણાની શીંગ, મગની શીગે અથવા અડદની શીગે સમાન શુષ્ક, રૂક્ષ તેમજ માંસ રત-રહિત થઈ ગઈ હતી. તે કેવળ હાડ, ચામ અને નસેથીજ દેખાતી હતી. (સૂ ૧૭)
ધUઈત્યાદિ. અતિ ઉગ્ર તપને કારણે ધના અણગારની જંઘા (ઢીંચણના નીચેને ભાગ), કાગડાની જંધા, કંક (પક્ષિવિશેષ)ની જંઘા અથવા ટેણિકાલિકા (પક્ષિવિશેષ)ની જંઘા સમાન શુષ્ક, રૂક્ષ અને માંસ-રકત-રહિત થઈ ગઈ હતી. આ પક્ષીઓની જંઘાના સ્વભાવથી જ નિર્માસ તેમજ રકત-રહિત હોય છે. એટલે અહીં એની ઉપમા આપવામાં આવી છે. ધન્યકુમાર અણગારની જંઘાઓ પણ તેના જેવી પાતળી થઈ ગઈ હતી. (સૂ૦ ૧૮)
પur ઈત્યાદિ. જેવી રીતે કાલી નામે વનસ્પતિ વિશેષનું સન્ધિસ્થાન (ડ), મેર તેમજ હેણિકાલિકા (પક્ષિવિશેષ) નાં ઢીંચણનું સન્ધિસ્થાન શુષ્ક, રૂક્ષ, માંસ તેમજ રક્ત-રહિત હોય છે. એવી રીતે ધન્ય :અણગારના બન્ને ઢીંચણ શુષ્ક, રૂક્ષ, તેમજ માંસ-રતથી રહિત થઈ ગયા હતા. (સૂ) ૧૯)
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૩૨.