Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુનક્ષત્રાદિ નવકુમારકા વર્ણન
શ્રીજંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે – “વરૂ મંતે !” ઈત્યાદિ.
હે ભગવન્! શ્રી અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યચનના ભગવાને આ અર્થે કહ્યા છે તે હે ભગવન્! દ્વિતીય આદિ શેષ અધ્યયનના શું અર્થ પ્રરૂપિત કર્યા છે?
શ્રીસુધર્માસ્વામી શ્રીજંબુસ્વામીને સંબધી આ પ્રમાણે છેલ્યા- હે જંબૂ ! કાકન્દી નગરીમાં ભદ્રા સાર્થવાહીને સુનક્ષત્ર નામે એક પુત્ર હતું. તેનું સઘળું વર્ણન ધન્યકુમારની માફક જ છે, કેવળ ધકુમારની દીક્ષા પર્યાય નવ માસની હતી તે સુનક્ષત્ર અણગારની દીક્ષા પર્યાય ઘણું વર્ષોની હતી.
એ રીતે સુનક્ષત્ર સમાન શેષ આઠેય કુમારેનું જીવનવૃત્તાન્ત સમજવું જોઈએ. વિશેષતા એ જ છે કે એમાં ક્રમશ: બે-ઋષિદાસ અને પેલ્લક રાજગૃહ નગરમાં, બે-રામપુત્ર અને ચંદ્રિક અયોધ્યામાં બે–પૃષ્ટમાતૃક અને પેઢાલપુત્ર વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયા. નવમાં પિટિલ હસ્તિનાપુરમાં, તથા દશમાં વેહલ કુમાર રાજગૃહનગરમાં ઉત્પન્ન થયા. ધન્યકુમાર આદિ નવેય કુમારની ભદ્રાનામની માતાએ હતી. પ્રત્યેકની ભદ્રાનામે ભિન્ન ભિન્ન માતાઓ હતી. નહિ કે એકજ ધન્યકુમાર આદિ નવેય કુમારે દીક્ષા મહોત્સવ થાવસ્થા પુત્રની માફક પોતપોતાની માતાઓએ કર્યો હતો, દશમાં વેહલને દીક્ષા મહોત્સવ તેના પિતાએ કર્યો હતો. વેહલની છ માસ ધન્યકુમારની નવ માસ તથા શેષ સુનક્ષત્ર આદિ આઠેય અણગારેની ઘણા વર્ષોની દીક્ષા પર્યાય હતી. સર્વે મુનિઓએ એકેક માસની સંલેખના કરી. સર્વે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતારૂપે ઉત્પન્ન થયા. તથા તેઓ અન્તમાં મહાવિદેહ ક્ષેત્રે જન્મ લઈ સમસ્ત કર્મોને ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરશે. (સૂ૦ ૪૨)
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૪૫