Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અગ્નિ રાખથી ઢંકાઇ જાવા છતાં અન્દરથી દેદીપ્યમાન હાય છે તેવી રીતે ઉગ્ર તપશ્ચર્યાથી તેમનું શરીર શુષ્ક-રૂક્ષ તેમજ ક્રાન્તિ રહિત થઇ જવા છતાં પણ તપથી ઉત્પન્ન આત્મ વીય ગુણાથી ઉત્કર્ષ તા તથા તપ તેજથી અપૂર્વ શાલા યુકત દેખાતું હતું.(સ્૦ ૩૮)
ધન્યનામક અનગારકી મુખ્યતાકા વર્ણન
હવે અહિં સર્વે સુનિયામાં ધન્ય મુનિની મુખ્યતા બતાવવામાં આવે છે– તેનું વાઢેળ” ઇત્યાદિ.
તે કાળ તે સમયમાં રાજગૃહ નામે નગર અને ગુરુશિલક નામે ચૈત્ય (ઉદ્યાન) હતુ. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર કાકન્તી નગરીથી વિહાર કરી એક ગામથી ખીજે ગામ એમ ગ્રામાનુગ્રામ વિચરતા રાજગૃહ નગરના ગુરુશિલક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ગૌતમ આદિ અગ્યાર ગણધરાની સાથે ધન્ય નામે અણુગાર પણ ઉગ્ર તપશ્ચર્યાં કરતા થકા પ્લાન—મ્ભાવ વિના, પગે વિહાર કરતા આવ્યા. ભગવાનને વન્દન તથા નમસ્કાર કરવા રાજગૃહથી પરિષદ નિકળી અને ભગવાનની સેવામાં ઉપસ્થિત થઇ, વિધિયુકત વન્દન—નમસ્કાર કરી પાત-પોતાના સ્થળે બેસી ગઇ.
સમ્રાટ શ્રેણિક પણ ચતુરંગણી સેના તથા સમસ્ત રાજપરિવાર સાથે ભગવાનને વન્દન કરવા નિકળ્યા અને જ્યાં ભગવાન વિરાજમાન હતા ત્યાં પંચાભિગમપૂર્વક આવ્યા તથા વન્દન નમસ્કાર કરી યથાસ્થાન મર્યાદાપૂર્ણાંક એઠા ભગવાને ધ કથા કહી. ધર્માંકથા સાંભળી પ્રસન્નચિત્ત સમસ્ત જનતા પાતપેાતાને સ્થાને ચાલી ગઇ. રાજા શ્રેણિક ભગવાનથી ધ-કથા સાંભળી તથા સાચા હૃદયથી ધારણ કરી આ પ્રમાણે વારંવાર વિચાર કરવા લાગ્યા.
વાયુ-કાયિક જીવ તથા સંપાતિમજીવની રક્ષા માટે, અને મુનિ-પણાના ચિન્હ સ્વરૂપ ડારાસહિત મુખત્રિકાનું મુખપર બાંધવું, પાંચ મહાવ્રતાનું પપલન કરવું, છકાય જીવાની રક્ષા કરવી, તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા માકનવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું, સત્તર (૧૭) પ્રકારના સંયમનું પાલન કરવું, ખાવીસ પરીપહેાન સહન કરવું, વિશુદ્ધ આહાર-પાણી લઈ સચમ-યાત્રાના નિર્વાહ કરવા, ખાવન અનાચીર્ણીનું નિવારણ કરવું, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિની આરાધના કરવી, પગથી
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૩૭