Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 51
________________ ધન્યનામાણગારકા શરીર વર્ણન આ પ્રકારે ભગવાનના વચન સાંભળી તથા તેને વારે વારે સ્મરણ કરી રાજા શ્રેણિકનું હૃદય પ્રસન્નતાથી હૃષ્ટ–તુષ્ટ થઈ ગયું, અને ભગવાનને ત્રણવાર પ્રદિક્ષણા–પૂર્વક વન્દન નમસ્કાર કરીને ધન્યકુમાર અણગારની પાસે ગયા, જ્યાં તેઓ અનેક મુનિની વચ્ચે વિરાજમાન હતા જ્યાં ધન્યકુમાર અણગાર વિરાજતા હતા ત્યાં ભગવાનના બીજા પણ અનેક મુનિએ આ પ્રમાણે વિરાજતા હતા– કયાંક આચારાંગથી લઈ વિપાકસૂત્ર પર્યન્ત અગ્યાર અંગના જાણનાર મુનિરાજ સમૂહરૂપમાં બેસી તત્વ-ચિન્તન કરી રહ્યા હતા, તે કેટલાક શાસ્ત્ર-સમ્બન્ધી પ્રશ્નોત્તર કરવાવાળા, કેટલાક સૂત્ર–પાઠનો વાર વાર સ્વાધ્યાય કરવાવાળા, કેટલાક સૂત્રના અર્થનું ચિવન કરવાવાળા, કેટલાક ધર્મકથા કહેવાવાળા, કેટલાક પિતાના ઢીંચણ ઉંચા રાખી મસ્તક નીચું નમાવી ઈન્દ્રિયે અને મનની વૃત્તિને દબાવી ધ્યાનસ્થ હતા, કેટલાક સંસારના ભયથી અત્યન્ત વ્યાકુલ અર્થાત જન્મ-મરણથી ભય પામેલ, કેટલાક અત્યન્ત ગંભીર-પ્રકૃતિવાળા, કેટલાક પંદર દિવસની દીક્ષાપર્યાયવાળા, કેટલાક એક માસની દીક્ષા પર્યાયવાળા, કેટલાક બે માસની દીક્ષા પર્યાયવાળા, કેટલાક ત્રણ, છ, આઠ, માસની દીક્ષા પર્યાયવાળા, એમ એક, બે, પાંચ, સાત, અગ્યાર, પન્દર, વીસ વર્ષની તથા એથી પણ અધિક દીક્ષા પર્યાયવાળા સ્થવિર હતા, કેટલાક મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ધારક હતા. કેટલાક મબળી, કેટલાક વચનબળી, કેટલાક કાયદળો અને કેટલાક આમસહિ, વિપેસહિ, ખેલેસહિ, આદિ લબ્ધિના ધારક હતા. કેટલાક સંભિત શ્રોતા, ક્ષીરસવ, અક્ષણ મહાનસ આદિ અનેક જાતની લધિયોના ધારક હતા. કેટલાક શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૯

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62