Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 47
________________ માઈ જાય છે, તેમ ઉગ્રતાપના કારણે ધન્યકુમાર અણગારની નાસિકા શુષ્ક, રૂક્ષ અને નિર્માસ થઈ ગઈ હતી. (સૂ) ૩૩) ધow” ઈત્યાદિ. જેમ વીણના છિદ્ર, બુદ્ધીસક-એક પ્રકારના બીજાના છિદ્ર, અથવા પ્રાતઃકાળના તારા દેખાય છે. તેવી રીતે ઉગ્રતપના કારણે ધન્યકુમારની આંખે ઉડી તથા શુષ્ક, રૂક્ષ થઈ ગઈ હતી. તેમજ તેમની આંખે એટલી અંદર ઘુસી ગઈ હતી કે તે દબેલા ઉંડા નાના નાના છિદ્રમાં ચમક (કીકી) માત્રજ દેખાતી હતી. (સૂ૦ ૩૪). goo” ઈત્યાદિ. જેમ મૂળાની છાલ, કાકડીની છાલ અથવા કારેલાની છાલ હોય છે, તેવી રીતે ઉગ્રતાપના કારણે ધન્યકુમાર અણગારના કાન, માંસ અને રકતના અભાવે સુકાઈ ગયા હતા. (સૂ૦ ૩૫) ધU/સ ઈત્યાદિ. જેમ અપકવ તુંબડાનું ફળ, અપકવ એલલુક (ગોળ સૂરણ કંદ) અથવા અપકવ તરબૂચ, અપરિપકવ અવસ્થામાં જ તેડીને સૂર્યના સખ્ત તાપમાં રાખવાથી, શુષ્ક, રૂક્ષ તેમજ પ્લાન થઈ જાય છે તેવી રીતે ઉગ્ર તપથી ધન્ય અણગારનું મસ્તક પણ રકત માંસના અભાવે શુષ્ક, રૂક્ષ થઈ ગયું હતું. તે માત્ર હાડ, ચર્મ તથા નાના સમૂહ-માત્રથીજ દેખાતું હતું. (સૂ) ૭૬). “ જો ઈત્યાદિ. ઉપર કહેલ બધાં અંગ અને ઉપાંગનું વર્ણન સમાન પ્રકારથી સમજી લેવું, પરંતુ પેટ, કાન, જીભ તથા હેઠમાં હાડકાં નથી હોતા. ફકત ચર્મ તથા નસો દ્વારાજ એ દેખાય છે. એટલા માટે એનું વર્ણન કરતી વખતે બીજા અંગેની માફક હાડકાનું વર્ણન સમજવું નહિ. ધન્યકુમાર અણગારનું પેટ, કાન, જીભ તથા હેઠ રક્ત તેમજ માંસના અભાવથી ફક્ત ચર્મ અને સાજાલથીજ દેખાતાં હતાં. (સૂ૦ ૩૭) ધન્યકુમાર અણુગારના પગથી લઈને બધાં અંગઉપાંગનું જુદું જુદું વર્ણન જુદી જુદી ઉપમાઓથી ઉપર કરવામાં આવ્યું છે. હવે અહીં એકજ સૂત્રમાં બધાં અંગેનું વર્ણન કરવામાં આવે છે.– “ધot if ઈત્યાદિ– અત્યત તીવ્ર તપને કારણે ધન્યકુમાર અણગાર નાં પગ જંઘા (પિન્ડી) અને સાથલ. એ ત્રણે માંસ અને રક્તનાં અભાવે શુષ્ક, રૂક્ષ તથા ક્ષુધાથી અત્યન્ત નિર્બલ અને શિથિલ થઈ ગયા હતા. તેમને કટિ (કેડ) પ્રદેશ કાચબાની પીઠ માફક અથવા કઢાઈ માફક માંસ, રકતના અભાવે હાડકા ઉંચા થઈ જવાથી ઘણાજ વિકૃત દેખાતું હતું. તેમનું પેટ, માંસ અને રકતના અભાવે તથા યકૃત (લીવર) લીહા (બરોળ), આંતરડા આદિ સુકાઈ જાવાથી વાંસાનાં હાડકા સાથે ચૂંટી ગયેલ હતું તેમજ પેટ મધ્યમાં કૃશ થઈ જાવાથી ઉંડા પાત્રની માફક થઈ ગયું હતું. અર્થાત પીઠથી ચૂંટેલું પેટનું ચામડું માત્રજ રહી ગયું હતું. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૫

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62