Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 46
________________ ધouસ' ઇત્યાદિ. જેમ સુકાઈ ગયેલ છાણાં, વડનાં સુકાં પાંદડાં, અથવા પલાસ [ખાખરા - ઢાક] વૃક્ષના સુકાઈ ગયેલ પાંદડા હોય છે, તેવી જ રીતે ધન્યકુમાર અનગારના બન્ને હાથ અતિશય ઉગ્રતાપના કારણે માંસ અને લેહીના અભાવે શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. (સૂ૦ ૨૭) ધક્ષ ઈત્યાદિ જેવી રીતે વટાણાની શીગે. મગની શીગે, અને અડદની શી ગે, અધી પાકેલ અવસ્થામાં તેડીને તડકામાં સુકવવાથી પ્લાન અને શુષ્ક થઈ જાય છે. તેવી જ રીતે ધન્યકુમાર અણગારના બન્ને હાથની આંગળીઓ અતિશય તપના કારણે રક્ત અને માંસના અભાવે શુષ્કરૂક્ષ થઈ ગઈ હતી. (સૂ) ૨૮) બgujર ઇત્યાદિ જેવી રીતે કમંડળની ગરદન, નાના કળશીયાથી ગરદન, અથવા કુંજાની ગરદન અત્યન્ત સાંકડી તેમજ પાતળી હોય છે, તેવી રીતે ધન્યકુમાર અણગારની ગરદન પણ અતિશય તપના કારણે માંસ અને રક્તના અભાવે કૃશ તેમજ શુષ્ક-રૂક્ષ થઈ ગઈ હતી. (સૂ) ર૯) ધouસ ઈત્યાદિ. તરતનું ઉત્પન્ન થયેલું તુમ્બડીનું ફળ, હકુબ (હિંગાટા)નું ફળ અથવા કેરીની ગોટલી જેવા પ્રકારની હોય છે, તેવી જ રીતે ધન્યકુમાર અણગારની ડાહી પણ અત્યન્ત ઘોર તપના કારણે રકત અને માંસના અભાવથી શુષ્ક અને રૂક્ષ થઈ ગઈ હતી. (સૂ૦ ૩૦) ઈત્યાદિ. જેવી રીતે સુકાય ગયેલ જળ, કૈલેષ (એક જાતને લેપ) ની ગળી, અથવા લાખની ગળી હોય છે, તેવી રીતે અત્યંત ઘેરતપના કારણે ધન્યકુમાર અણુગારના બને હોઠ શુષ્ક, રૂક્ષ અને નિર્માસ થઈ ગયા હતા. (સૂ૦ ૩૧) “ધU/' ઇત્યાદિ. જેમ સુકા વડના પાંદડાં, પલાશ (ખાખરા) વૃક્ષના પાંદડાં ઉમ્બરાના પાંદડાં અથવા સાગના પાંદડાં હોય છે, તે પ્રકારે ઘેરતપના કારણે ધન્યકુમાર અણગારની જીભ પણ રકત માંસ રહિત થઈ, ફક્ત ચામડા અને નસોની જાળ રૂપજ રહી ગઈ હતી. (૧૦ ૩૨) ધાઈ ઈત્યાદિ. ગોહલી અને છતરા વિનાની કેરીની ચીર, આમડા (બંગલાનું પ્રસિદ્ધ ફળ) ની ચીર, બિજેરાની ચીર, તડકામાં સુકાયા પછી જેમ કર શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૪

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62