Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 42
________________ ધન્યકુમારકી તપશ્ચર્યાકા વર્ણન “તif ઈત્યાદિ. ધન્યકુમાર અણગારે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તેજ દિવસે શ્રમણ ભગવાન મહાવીરને વન્દન-નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા હે ભગવન્ ! જે આપની આજ્ઞા હોય તે હું જીવન-પર્યન્ત નિરન્તર છઠછઠનાં પારણા કરૂં, પારણામાં પણ આયંબિલ કરું. એવી રીતે છઠ–છઠને પારણે આય બિલ કરતાં તપસંયમથી પિતાની આત્માને વિશુદ્ધ કરી વિચરૂં. છઠને પારણાને દિવસે વિકૃતિરહિત રૂક્ષ અન્ન અચેત પાણીમાં નાખી એકજ આસને બેસી આયંબિલને આહાર કરૂં, પણ આયંબિલ વિનાનો નહિ. આયંબિલની વિધિ ઉપાસકદશાંગસૂત્રની “અગારધર્મસંજીવની” ટીકામાં આ પ્રમાણે આપી છે – “વિગય–ઘી, દૂધ, દહી, તેલ, ગેળ આદિ સરસ પદાર્થ—રહિત, ચેખા, શેકેલા ચણું આદિ લુખ્ખા–સૂકા અન્નને અચેત પાણીમાં નાખી એક વખત ખાવું તે આયંબિલ છે.” તે રક્ષ અન્ન પણ ખરડેલ (લેટ આદિથી ભરેલ) હાથથી દીધું હોય તે કલ્પ, પરન્તુ મારે માટે હાથ ખરડીને (ભરીને) આપે તે નહીં કપે. તે આહાર પણ નીરસ હોવાથી નાખી દેવા જેવું હોય પણ ખાવાનાં ઉપયોગમાં આવવા જેવું ન હોય. તે આહારને બીજા કે શ્રમણ-શાકાદિક બ્રાહ્મણ–ચાચક, અતિથિભિખારી, કૃષણ-દરિદ્રી વનીક-કરુણાભર્યા અવાજથી ભજન માંગતા અત્યન્ત ભૂખ્યા મનુષ્ય પણ લેવાની ઈચ્છા ન કરે એજ આહાર મારે પારણાનાં આયંબિલ માટે ગ્રહણ કરે કલ્પ. એ રીતે ધન્યકુમાર અણગારના નિવેદન કરવાથી ભગવાન આ પ્રમાણે બેલ્યાજેમ તમને સુખ ઉપજે તેમ કરે. શુભ કાર્યમાં વિલમ્બ ન કરે” (સૂ) ૭) તy of ઈત્યાદિ ધન્યકુમાર અણગાર શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી અત્યન્ત પ્રસન્ન એવં સંતુષ્ટ થયા, અને પ્રતિજ્ઞાનુસારે જીવન–પર્યત અન્તરરહિત છઠ–છઠના પારણામાં આયંબિલની તપસ્યાથી આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. (સૂ૦ ૮) તાં જે તે ઈત્યાદિ. ધન્યકુમાર અણગાર છઠ છઠ તપના પ્રથમ પારણાના દિવસે, પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરી શ્રી ગૌતમ સ્વામીની માફક ગોચરી જવા માટે ભગવાનને પૂછે છે, ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી તે કકન્દી નગરીમાં પધાર્યા, ત્યાં ઉંચ નીચા તથા મધ્યમ કુળમાં ભિક્ષાર્થ ભ્રમણ કરતા આયંબિલ માટે લુખા આહારની ગષણા કરે છે. પરંતુ સરસ આહાર લેવાની જરા પણ ઈચ્છા કરતા નથી. (સુર ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૩૦

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62