Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 16
________________ - હિંસા કરવાથી દુર્ગતિ થાય છે, માટે સાવદ્ય-પૂજા સર્વથા નિષિદ્ધ છે. એ રીતે જે ભગવાનના ચરણોમાં સદા પ્રેમ રાખવાવાળા તથા શુભગતિના ઈચ્છુક દેવતા વીતરાગ ભગવાનના સમવસરણમાં સચેત પાણું પુષ્પ આદિની વર્ષા કરે છે, આ વાત કઈ પણ યુકિતથી સિદ્ધ થઈ શકતી નથી. અનુમાન પ્રમાણથી પણ આ વાત સિદ્ધ થાય છે કે- જેમ તંગિકા નગરીના શ્રાવક, ભગવાનના સમવસરણમાં પાંચ પ્રકારના અભિગમ–પૂર્વક અર્થાત્ સચેત દ્રવ્ય (વસ્તુઓ) ને ત્યાગ કરીને જતા હતા, તેજ રીતે ભગવાનના અનુયાયી અભિયોગિક દેવતા પણ સમવસરણમાં સચેત પાણી પુષ્પ આદિની વૃષ્ટિ કરતા નથી. આ તીર્થ કરેની મર્યાદા છે. કહ્યું પણ છે સમવસરણમાં દેવતા અચેત પાછું, પુષ્પ આદિની વૃષ્ટિ કરે છે કેમકે સચેત વસ્તુને માટે જિનેન્દ્ર ભગવાને નિષેધ કરેલ છે. - ભગવાન પાર્શ્વનાથના સંતાનિક સ્થવિર ભગવાન તુંગિકા નગરીને પુષ્પવતી નામના ઉદ્યાનમાં પધાર્યા, તે નગરીના નિવાસી સ્થવિર ભગવાનને વન્દન કરવા પાંચ પ્રકારના અભિગમપૂર્વક ગયા. ભગવતી સૂત્રમાં કહ્યું છે. જ્યાં પુષ્પવતી નામનું ઉદ્યાન છે. ત્યાં આવી તે સ્થવિર ભગવાનને પાંચ પ્રકારના અભિગમપૂર્વક વન્દન કરે છે. અર્થાત્ સ્થવિર ભગવાનને વન્દના કરવા જતાં આ પાંચ વાતનું ધ્યાન રાખે છે, જેમકે - (૧) સચેત દ્રવ્યને દૂર રાખે છે, (૨) અચેત દ્રવ્યને ધારણ કરે છે, (૩) એક શાટિક જેડયા વગરનાં કાપડનું (સાંધા શિવાય એક સળંગ) જતના માટે ઉત્તરાસંગ કરે છે, () દૂરથી ભગવાન દ્રષ્ટિગોચર થતાંજ-દેખતાંજ, હાથ જોડે છે, (૫) મનને એકાગ્ર કરે છે સમવસરણ સ્વરૂપ કા વર્ણન ઉપાસકદશાંગસૂત્રમાં પણ આ વાત પ્રસિદ્ધ છે. પ્રથમ અધ્યયનમાં આવે છે કે –“જિતશત્રુ” નામે રાજા પાંચ પ્રકારના અભિગમપૂર્વક ભગવાનને વન્દન કરવા ગયા શ્રાવકગણ પણ વીરને વન્દન કરવા માટે સચેત મુખ્ય પાન આદિનો ત્યાગ કરીને પછીજ જાય છે, ઉપરાંત પ્રમાણોથી ભગવાનના સમવસરણમાં આવેલ દેવતાઓ દ્વારા કરેલી સચેત પુષ્પ પણ આદિની વૃષ્ટિ સિદ્ધ થતી નથી. ચંપા નગરીમાં શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણને અવસરે સમ્રાટ કુણિક પિતાની ચતરંગિણ સેના સાથે પાંચ પ્રકારના અભિગમપૂર્વક ભગવાનને વન્દન કરવા અત્યન્ત આદર તેમજ વિનય સહિત ગયા હતા. તે પાંચ પ્રકારનો અભિગત ઔપપાતિક સૂત્રમાં એ પ્રમાણે કહેલ છે, જેમકે શ્રી અનુત્તરો પપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62