Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુદ્ગલપરાવર્ત વર્ણન
ભગવાન કહે છે – આહારકને છોડીને ઔદારિક આદિ શરીરની વર્ગણાઓને ગ્ય ચૌદ રાજુલકવતી સમસ્ત પરમાણુઓના સમસ્તરૂપથી સમિલનજ પુગલપરાવર્ત છે, તે જેટલા કાલમાં થાય છે, તે કાળ પણ પુગલ-પરાવર્ત કહેવાય છે, તેનું પરિમાણ (કાળમાન) અનન્ત ઉત્સપિરિઓ અને અવસર્પિણિઓ છે.
આ પુગલ-પરાવર્ત સાત પ્રકારનું છેઃ- (૧) ઔદારિક-પુદ્ગલ-પરાવર્ત, (૨) વિક્રિય–પુદ્ગલ-પરાવર્ત, (૩) તૈજસ-પુદગલ–પરાવર્ત, (૪) કાર્મણ-પુગલ-પરાવર્ત, (૫) મન-પુદ્ગલ–પરાવર્ત, (૬) ભાષા-પુદગલ–પરાવર્ત, (૭) શ્વાસોચ્છવાસ-પુદ્ગલપરાવર્ત, આ સાત પગલપસવને ઉલ્લેખ ભગવતી શ ૧૨ ઉ. ૪ માં પણ છે.
આ પુદગલપરાવર્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભેદથી પ્રત્યેક ચાર પ્રકારનાં થાય છે. આ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, રૂપ પુદ્ગલપરાવર્ત પણ સૂક્ષ્મ અને બાદરના ભેદથી પ્રત્યેક બે બે પ્રકારના થાય છે, જેમ
(૧) બાદર-દ્રવ્ય-પુદગલપરાવર્ત, (૨) સૂફમ-દ્રવ્ય-પુદગલપરાવર્ત, (૩) બાદરક્ષેત્ર-પુદ્ગલપરાવર્ત, (૪) સૂફમ-ક્ષેત્ર-પુદગલપરાવર્ત, (૫) બાદર-કાળ-પુદ્ગલપરાવત, (૬) સૂક્ષ્મ-કાળ-પુદગલપરાવર્તા, (૭) બાદર-ભાવ–પુદ્ગલપરાવર્ત, (૮) સૂક્ષ્મ-ભાવપુદ્ગલપરાવર્ત.
ઔદારિક આદિ સાતેય પુદ્ગલપરાવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચારગુણ કરતાં (૨૮) અઠાવીસ ભેદ થાય છે. એ રીતે સૂક્ષ્મ અને બાદરના ભેદથી પ્રત્યેક બે પ્રકારના હોવાથી પુદગલપરાવર્તન (૫૬) છપ્પન ભેદ થાય છે.
દારિકાદિ-પુદગલ–પરાવત ઔદારિક શરીરમાં સ્થિત જીવાત્મા જ્યારે સમસ્ત લેકવતી દારિક શરીર યેગ્ય સેવે પરમાણુઓને સમસ્ત રૂપથી ઔદારિક શરીરપણે સ્પર્શ કરે છે, પરિણમન કરે છે, અને ઉપભેગા કરીને છેડે છે. ત્યારે તે સ્પર્શી ઔદાકિ–પુગલ-પરાવર્ત કહેવાય છે. એમજ વૈકિય-શરીર–સ્થિત જીવ જ્યારે સમસ્તલકવતી વૈક્રિય-શરીર–ગ્ય પરમાણુઓને સમસ્ત-રૂપથી સ્પર્શ, પરિણમન અને ઉપભેગા કરીને છેડે છે, ત્યારે તે વૈકિય-પુગલ-પરાવર્ત થાય છે. એવી રીતે તેજસ આદિ સમસ્ત પુદ્ગલપરાવર્ત જાણું લેવા.
દ્રવ્ય-પુદગલપરાવર્ત. આ અનાદિ સંસારમાં ભવભ્રમણ કરતાં કરતાં કેક જીવ જ્યારે અનન્ત અનન્ત
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૨૩

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62