Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બેઠા. ત્યારે ભગવાન ધન્યકુમારને સંબોધીને તે વિશાળ ધર્મ સભામાં ધર્મ કથા કહેવા લાગ્યા- “લેક છે “અલેક છે ઈત્યાદિ.
તે પછી ભગવાન ધન્યકુમારને સંબોધીને કહે છે કે –
હે ધન્યકુમાર! ઘણાં રત્નોની ખાણથી પરિપૂર્ણ રોહણાચલ પર્વત સમાન, સમસ્ત ગુણોની ખાણ, સ્વર્ગ તથા મોક્ષના સુખને દેવાવાળે આ મનુષ્યજન્મ અતિ દુર્લભ છે. હે દેવાનુપ્રિય! અનંતાન દુઃખને સહન કરતાં કરતાં તથા વારંવાર અનેક પુદ્ગલ–પરાવર્ત કરતાં કરતાં કોઈ વિશિષ્ટ પુણ્ય-પ્રકૃતિના ઉદયથી ધર્માનુષ્ઠાન કરવાને આ મનુષ્ય-ભવરૂપ સુવર્ણવસ તને પ્રાપ્ત થયેલ છે. આવો સુઅવસર ફરીથી પ્રાપ્ત થવું મુશ્કેલ છે, કેમકે–હે દેવાનુપ્રિય! (૧) મનુષ્ય જન્મ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળ, (૪) દીર્ઘ આયુષ્ય, (૫) સમસ્ત ઇન્દ્રિયની પરિપૂર્ણતા, (૬) શરીરનું સ્વસ્થ ( નિગી) હોવું, (૭) સાધુ-સમાગમ, (૮) સૂત્ર-શ્રવણ, (૯) સમ્યક્રૂ-શ્રદ્ધા, (૧૦) ધર્મ કાયમાં પરાક્રમ ફેરવ. એ દશ એક્ષસાધન, જીને અત્યન્ત દુલભતાએ મળે છે.
હે દેવાનુપ્રિય! જે મનુષ્ય, આ દુર્લભ માનવ-જન્મ પ્રાપ્ત કરીને પિતાના કલ્યાણ માટે મોક્ષમાર્ગને આશ્રય નથી લેતા તે મનુષ્ય પિતાની અંજલિમાં આવેલા અમૃતને ઢાળી નાખી વિષપાન કરવા ઈચ્છે છે, સમસ્ત ઇચ્છાઓને પૂર્ણ કરવાવાળા, અણમોલ ચિન્તામણિ રત્નને છોડી પત્થરના ટુકડાને ગ્રહણ કરવા ઇચ્છે છે, ઐરાવત હાથીને છોડી ગધેડા પર ચઢવાની ઈચ્છા રાખે છે. સર્વ અભિલાષાઓ પૂર્ણ કરવાવાળા કલ્પવૃક્ષને ઉખાડી બાવળને રોપવા માંગે છે. પારસમણિ આપી તેના બદલામાં પત્થરના ટુકડાને લેવાની ચાહના રાખે છે. કસ્તૂરી આપીને કોલસા ગ્રહણ કરવા ઈચ્છે છે. કામધેનુ ગાયને વેચી બકરી ખરીદ કરવા ઈચ્છે છે. પ્રકાશને છેડી અધકારને ઈછે છે. રાજહંસની નિન્દી કરી કાગડાને આદર આપવા ઇચ્છે છે. મોતીઓને છેડી ગુંજા (ચણેઠી) લેવા ઈચ્છે છે. એટલે ક્ષણમાત્ર સુખદાયી, પરંતુ પરિણામમાં લાંબા સમય સુધી અનન્ત દુખદેવાવાળા એ કામને છેડી સર્વવિરતિરૂપ ચારિત્રધર્મમાં સર્વ પ્રકારે યત્ન કરે જઈએ. જેવી રીતે કે પહાડી નદીના ઊગ્ર પ્રવાહમાં પડેલ પત્થર વારંવાર ઉપર નીચે ગબડતાં તથા અનેક ઠેકાણે અથડાતાં અથડાતાં અમુક ટાઈમે વગર પ્રયત્ન સ્વયમેવ ગોળ થઈ જાય છે. તેવી જ રીતે અનન્ત કાળથી અનન્તાનન્ત પુદ્ગલ-પરાવર્ત કરતાં કરતાં કઈ વિશિષ્ટ પુણ્યપ્રકૃતિના ઉદયથી આત્મકલ્યાણ અર્થે ધર્મની આરધના કરવાને અપૂર્વ તેમજ દુર્લભ અવસર તમને મહાન મુશ્કેલીથી પ્રાપ્ત થયે છે. ઈત્યાદિ.
ધન્યકુમાર પૂછે છે- હે ભગવન્ ! આ પુદ્ગલપરાવર્ત શું છે ?
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર