Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 21
________________ અને રાગાદિરૂપી વિષને દૂર કરવાવાળું હોય છે. જેવી રીતે વિષને દૂર કરવા માટે એકજ મન્ચનું ઉચ્ચારણ વારંવાર કરાય છે, મન્નસિદ્ધિ માટે જપ કરતાં એકજ મત્રને વારંવાર જપ કરવામાં આવે છે, રોગને દૂર કરવા માટે એની એજ ઔષધીનું વારંવાર સેવન કરવામાં આવે છે, કર્મક્ષય કરવા માટે તપ–સંયમની આરાધના વારંવાર કરવામાં આવે છે. નિજ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પરમ પ્રભુ અરિહત આદિનું વારંવાર ધ્યાન કરવામાં આવે છે, તે જ રીતે આજ્ઞા, ઉપદેશ તથા ગુણકીર્તન આદિમાં ઉપરોકત એ પદેનું વારંવાર ઉરચારણ શુભ ફળદાયી તથા અશુભ ફળને દૂર કરવાવાળું થાય છે. ઉપદેશ દેતા તીર્થ કરે તથા ગણધરોના અભિપ્રાય-ભવ્યજનોનાં તત્વજ્ઞાન સંસ્કારોને ઉત્પન્ન કરવા માટે, મેહરૂપી વ્યાધિને વિનાશ કરવા માટે અને રાગરૂપી વિષને દૂર કરવા માટે હોય છે. વારંવાર ઉચ્ચારણથી સમ્યકત્વ આદિ ગુણનું પિષણ થાય છે, એટલે ઉપરોકત શબ્દોને વારંવાર પ્રયોગ આવશ્યક છે. છે સૂ૦ ૩ છે જાલિકુમાર વર્ણન શ્રીજબૂ સ્વામી તરફથી પ્રશ્ન થતાં શ્રી સુધર્માસ્વામી બેલ્યા- “ઇ રહ્યું ઇત્યાદિ. હે જંબૂ! આ રીતે નિશ્ચયથી ભગવાને પ્રથમ અધ્યયનના નીચે મુજબ અર્થ કહ્યા છે તે કાળ તે સમયમાં ધન-ધાન્ય-એશ્વર્ય—વૈભવ-સમ્પન્ન, અનેક આકાશસ્પશી ભવનેથી શભિત તથા સ્વપરચકભયરહિત, રાજગૃહ નામનું નગર હતું તે નગરના ઇશાન કોણમાં ગુણશિલક નામનું પ્રસિદ્ધ ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતું, તેની પટરાણીનું નામ ધારણીદેવી હતું. જે શીલ આદિ ગુણેથી સુશોભિત હતી. તેણે એક વખત સ્વપ્નામાં સિંહ જે. રાજા “શ્રેણિક” ની પટ્ટરાણી ધારિણી દેવી' ને આ શુભ સ્વપનના ફળસ્વરૂપ “જાલિકુમાર નામે પુત્ર ઉત્પન્ન થયે મેઘકુમા શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62