Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 15
________________ પરિષદમાં મુખ્ય અંગ તે સાધુજ છે. એટલે દેવતાઓ દ્વારા સમવસરણમાં સચેત પાણી તથા સચેત કુલ આદિની વર્ષા નથી હોતી, પરંતુ અચેતજ હોય છે. એવું નિશ્ચિત થાય છે, હવે અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, દેવતા જે પોતાના સ્વરૂપને હાથી, મૃગ, સર્પ આદિ નાના પ્રકારના રૂપમાં પિતાની વૈકિય શકિત દ્વારા પરિણત કરે છે, તે વિવિધ રૂપ તે સચેત હોય છે. તે સમવસરણને માટે કરેલ વૃષ્ટિ સચેત કેમ નહીં? તેને પ્રત્યુત્તર એજ છે કે:-દેવતાઓને પિતાના આકાર જેવા અથવા બીજાના આકાર જેવા વિક્રિય શરીરમાં પિતાના આત્મ–પ્રદેશ હોય છે. એટલે તે સચેત છે. પણ તે પુલેમાં તથા પાણીમાં તેના આત્મપ્રદેશ ન હોવાથી તે અચેત છે. વિકિયશકિતદ્વારા ઉત્પન્ન થએલ વાયુ, જળ તથા કુલેમાં એકેન્દ્રિય આદિ જીવ હોય છે એ વિષયનું શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ મળતુ નૅથી. સાવદ્યપૂજા નિષેધ જે દેવતા નદી સમુદ્રો આદિથી પાણી, લતા, વૃક્ષ આદિથી કુલ લાવીને વર્ષા કરે છે, એવું આગમમાં ક્યાંઈ લખ્યું હોય તે તે સચેત પાણી પુષ્પાદિનું અનુમાન સંભવિત હોઈ શકે, અન્યથા નહીં. વળી પણ–જિનેશ્વર વીતરાગ ભગવાનની સાવદ્ય પૂજા શાસ્ત્રોમાં નિષિદ્ધ છે. છકાના સમારંભથી જે પૂજા થાય છે તે સાવદ્ય કહેવાય છે. માટે ભવ્ય જીને વીતરાગની સાવદ્ય પૂજા કરવી કલ્પતી નથી. કેમકે તે કર્મબન્ધને હેતુ છે. અર્થાત સાવદ્ય-પૂજા સંસાર-પરિભ્રમણનું કારણ છે. અહિં કાર્ય કારણ ભાવ આ પ્રમાણે છે – સાવદ્ય પૂજા છકાયના આરંભથી થાય છે, અને છકાયના આરંભથી હિંસા થાય છે, હિંસાથી ચિકણા કર્મો બંધાય છે, અને ચિકણું કર્મોના બધથી નરકનિગદ આદિ અનન્ત દુખેથી યુક્ત ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. માટે જિનેશ્વર વીતરાગ ભગવાનની સાવદ્ય પૂજાને શાસ્ત્રોમાં નિષેધ છે. જેમકે ઉપાશકદશાંગની “અગારધર્મસંજીવની” નામની ટકામાં કહ્યું છે-“જે મહાત્યાગી જિનેશ્વર વીતરાગ દેવની સાવધ-પૂજા કરે છે. તે આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારના જન્મ મરણ કરતાં કરતાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે.” સાવદ્ય પૂજાથી છકાયનો આરંભ થાય છે. આરંભથી કર્મ–બબ્ધ થાય છે. કર્મ–બંધથી જીવને આ સંસાર રૂપી ચક્રમાં પડવું પડે છે. ભગવાને આ વાત સ્થાનાલ્ગસૂત્ર (સ્થા. ૫ ઉદ્દે ૧) માં કહી છે પાંચ કારણે જીવ દુર્ગતિમાં જાય છે જેમકે-જીવહિંસાથી, જુઠથી, ચેરીથી, મૈથુનથી અને પરિગ્રહથી.” શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62