Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ રજૂ કર્યો છે, તેમાં ભગવતી સૂત્રનું ઉપદેશાત્મક તમામ વસ્તુ આવી ગયું છે એમ કહી શકાય. ચારિત્રખંડમાં છેડે ઘણો ઉપદેશભાગ અલબત્ત આવે છે, પણ તે એક અલગ વિભાગ જ છે. એ સાધનખંડ જોતાં જ જણાશે કે, એ રીતે રજૂ કરેલી વસ્તુને ઉપદેશરૂપ ન કહી શકાય. ઉપરાંત, પ્રકરણનાં નામ બદલીને તેમ જ અમુક ભાગે ટૂંકાવીને કે વિસ્તારીને તે વિભાગને સુવાચ્ય કરવા પ્રયત્ન કર્યો છે, છતાં તેનું મૂળ રૂપ તો તરત જ દેખાઈ આવે તેવું છે. એ જ પ્રમાણે પછીના સિદ્ધાંતખંડ ઉપર નજર કરતાં જણાશે કે, તેમાં ગ્રંથકર્તાની સિદ્ધાંતો રજૂ કરવાની સહેજ પણ વૃત્તિ નથી. પ્રશ્નકર્તા સિદ્ધાંત તો બધા જાણુને જ બેઠેલા છે; એટલે તે રીતને પ્રશ્ન જ તે કરતા નથી. કોઈ કોઈ બાબતમાં શંકા હોય, તો આખા ઉત્તરને જ પ્રશ્નરૂપે તે પોતે જ મૂકે છે, જેથી જવાબ આપનારને તો માત્ર “હા” જ કહેવાનું હાય ! અલબત્ત આ અનુવાદમાં તે વાચકને સરળતા થાય તે માટે સિદ્ધાંતને લગતી બીજી ઘણી બાબતો “વિવરણ” એવા મથાળા નીચે, કે ચરસ કૌંસ કે અવતરણચિહોમાં અન્ય ગ્રંથમાંથી લઈને શરૂઆતમાં મૂકી છે, જેથી તેને અંગેના પ્રશ્નોત્તર કાંઈક પણ સમજમાં આવે. પરંતુ એકંદર રીતે જોતાં લાગ્યા વિના રહેશે નહીં કે ગ્રંથકારનો ઉદ્દેશ સિદ્ધાંત રજૂ કરવાનું છે જ નહીં. “સિદ્ધાંતખંડ'ને જીવ, પરમાણુ, અસ્તિકાય એમ કોઈ પણ વિભાગ જોતાં એ વસ્તુ જણાઈ આવશે. તો પછી ગ્રંથકર્તાને ઈરાદો શો છે? ગ્રંથકારે એમ સ્વીકારી લીધું છે કે, વાચકે જન સિદ્ધાંતોને તેની ગૂફમમાં સૂરમ વિજાતોથી જાણે છે. ગૌતમ જેવા ગણધરને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 804