Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 6
________________ ઉતારા કરી લેવાના કહ્યા છે, તેની વિગતવાર નોંધ વિદ્યાપીઠ પ્રકાશિત ચતુર્થ ખંડને અંતે આપેલી છે. આ શાળામાં તે બધા ગ્રંથને અનુવાદ પ્રસિદ્ધ થવાને જ છે; એટલે આ ગ્રંથમાં તે બધા ભાગનું પુનરાવર્તન કર્યું નથી. છતાં ભગવતીસૂત્રમાં અમુક અમુક વિષેની ચર્ચા જ નથી એવું ન લાગે, તે માટે તે પ્રશ્નો તો કાયમ રાખ્યા છે, અને તેને જવાબો પણ તેને ગ્રંથમાંથી ટૂંકાવીને આપ્યા છે. તથા નીચે આખો જવાબ કયા ગ્રંથમાંથી સમજી લે એ નોંધ્યું પણ છે. છતાં સામાન્ય વૃત્તિ તો એ જ રહી છે કે, તેવા ભાગે પડતા જ મૂકવા. આટલું તો તે ગ્રંથની રચનાના સ્વરૂપ વિષે. હવે તેના વિષય અને પ્રયોજન ઉપર આવીએ. નંદીસૂત્ર તેમ જ સમવાયાંગ બંને સ્થળે જ્યાં ભગવતીસૂત્રના વિષયનું વર્ણન કરેલું છે,* ત્યાં તેની એક મુખ્ય વિશેષતા ખાસ તારવેલી જણાય છે. બીજા ઘણા વિષયો તો બધાં અંગામાં એક સરખા જ દેખાય છે, પરંતુ આ વિશેષતા માત્ર ભગવતી સૂત્ર માટે જ કહેલી છે, અને તે તેની બુદ્ધિવર્ધકતા.” આ વસ્તુ જરા વિગતથી સમજીએ. આપણે શ્રીમદ્ રાજચંદ્રને અનુસરીને શાસ્ત્રગ્રંથોને બે વિભાગ પાડીએ, તો એક વિભાગ ઉપદેશાને થાય; અને બીજે સિદ્ધાંતગ્રંથન થાય. ઉપદેશગ્રંથોમાં સામાન્ય રીતે મનુષ્યમાં વિવેક વૈરાગ્યાદિ ઊપજે એવી સર્વધર્મસાધારણ બાબતો ચર્ચેલી હોય; તથા એ ગ્રંથે ગમે તે ધર્મને • જુઓ આ ગ્રંથ, પા. ૧૬પ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 804