Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
રાખવા જેવું નથી અને દેવાધિદેવના દર્શન એ જ સાચા દર્શન છે, ભગવાનના દર્શન સિવાયના અન્ય દર્શન બંધનું કારણ છે. અસ્તુ.....દેવતાઓ ફૂલમાં ઊપજે છે, તેનું કારણ— - પુપ્રિયા: દેવા: આ વાત ધ્યાનમાં લેવા જેવી છે.
અહીં આપણે ગુણોત્પત્તિની ચર્ચા કરીએ– શુળોત્પત્તિ: મુળનિષ્પન્નમ્ । દરેક દ્રવ્યમાં ગુણ હોય છે અને તેમાં પર્યાયો થતી રહે છે. પરમાણુ દ્રવ્યમાં વર્ણ ગંધ, રસ, સ્પર્શાદિ ગુણો હોય છે અને તે ગુણોની નિરંતર ઉપજતી પર્યાયો, પરમાણુઓમાં જોડાયેલી રહે છે, વૃદ્ધિ પામતી રહે છે અને અનંતાનંત પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે વિશિષ્ટ ગુણો પણ નિષ્પન્ન થાય છે; ત્યારે તેમાં ચાર સ્પર્શથી આઠ સ્પર્શ થઈ જાય છે. બીજું, પરમાણુમાં રૂપી ગુણ સિવાય અનંત શક્તિનો સંચય છે. સૂયગડાંગ શાસ્ત્ર આદિમાં ‘પરમાણુમાં વીર્યગુણ છે,' તેવો ઉલ્લેખ છે. આ ભગવતી શાસ્ત્રમાં પરમાણુની શક્તિરૂપે આખા લોકના એક છેડેથી બીજે છેડે એટલે અસંખ્ય યોજન સુધી એક સૂક્ષ્મ સમયમાં પહોચી જાય, તેવી શીઘ્ર ગતિ દર્શાવી છે. પરમાણુ આદિ પુદ્ગલો જીવ સાથે જોડાતાં દશ્યમાન આખા ચમત્કારિક વિશ્વની રચના થઈ જાય છે. સૂક્ષ્માંશરૂપે આ બધી શક્તિઓ જીવ અને પુદ્ગલ પરમાણુ આદિમાં અસ્તિત્વ ધરાવે છે. આ રીતે ગુણોથી જ ગુણોની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. ખરું પૂછો તો જૈનદર્શનમાં શક્તિ અર્થાત્ પાવર વિષે કે પરમાણુના, વનસ્પતિના કે બીજા કોઈજડ-ચેતન પદાર્થોના વિશેષ ગુણો માટે શબ્દશઃ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ ભાવાત્મક રૂપે સર્વ શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રી ભગવતી સૂત્ર ૨૫મા શતકમાં લેશ્યા પ્રકરણ આવ્યું છે તેમજ જૈન શાસ્ત્રોમાં છ લેશ્યાને લઈને ઘણો જ વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેશ્યા પ્રકરણ માટે મૂળ આગમોમાંથી તારવણી કરી ‘લેશ્યાકોશ’ નામનો એક ગ્રંથ પ્રકાશિત થયેલો છે પરંતુ મૂળભૂત વાત એ છે કે ‘લેશ્યા’ શું છે ? અને આઠ કર્મોમાં કે બંધતત્ત્વમાં ‘લેશ્યા’નું નામ નિશાન નથી. તો ‘લેશ્યા’નો કઈ જગ્યાએ સંબંધ સ્થાપિત થઈ શકે છે ? તે એક પ્રશ્ન છે. તત્ત્વાર્થ સૂત્ર કે મોક્ષ સૂત્રમાં ‘ઉદયભાવ’માં ‘લેશ્યા’નો ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ જાણી શકાતું નથી કે કયા કર્મનો ઉદય છે ? જેટલા ‘ઉદયભાવ’ હોય તે બધા નિશ્ચિત કર્મજન્ય હોય, વડના બીજ વગરનું વૃક્ષ, માતા વિનાનું સંતાન કે ઇડા વિનાનું પક્ષી જેમ સંભવે નહીં, તેમ કર્મ વગર ‘ઉદયભાવ’ કયાંથી સંભવે ?
કે
અહીં પ્રથમ આપણે ‘લેશ્યા’ શું છે ? તેનો વિચાર કરીશું, ત્યારબાદ ‘ઉદય
AB
26