________________
પ્રેમ અને સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોની રક્ષા માટે સર્વસ્વની કુરબાની કરીને પણ ચતુર્વિધ સંઘનું, જૈન શાસનનું અને તે દ્વારા પૂરા વિશ્વના જીવમાત્રનું હિત કરવાની ઊંડી ખેવના હતી. જ્યારે સામા પક્ષે કાતિલ કષાયો, કટિલ કારસ્થાનો, ભેદી પ્રપંચો, કૂટનીતિઓ, શાસ્ત્રનિરપેક્ષતા અને સ્વમતના અસ્તિત્વના આડે આવતી વ્યક્તિ-પ્રવૃત્તિને નામશેષ કરી દેવા સુધીની હીન રમતો સહજ બની ચૂકી હતી.
આ બધી પરિસ્થિતિ ખાળવા માટે અમદાવાદ તથા સુરતના આંગણે જબરદસ્ત શાસન સુરક્ષા કર્યા બાદ મુંબઈના જિનાજ્ઞાપ્રેમી સંઘની આગ્રહી વિનંતીને સ્વીકારી, મુંબઈ પધારી - લાલબાગ સંઘના આંગણે વિ. સં. ૧૯૮૫૮૦ની સાલમાં (ઈ. સ. ૧૯૨૮-૩૦) સકલાગમ રહસ્યવેદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના પટ્ટધરરત્ન કર્મસાહિત્ય સુનિપુણમતિ પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રીમદ્દ પ્રેમવિજયજી ગણિવર્યશ્રીજીની પાવન નિશ્રામાં પ્રખર પ્રવક્તા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રીમદ્ રામવિજ્યજી મહારાજ કે જેને આપણે વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે ઓળખીએ છીએ તેઓશ્રીએ સુધારાવાદ અને પાપવૃત્તિને બાળીને ભસ્મસાત કરવા આગ ઝરતાં, અધ્યાત્મવાદને પોષવા અને આત્માને શાંત-શીતળ જળમાં સ્નાન કરાવવા નિર્વેદ-સંવેગની છોળો ઉછાળતાં વ્યાખ્યાનો કરેલાં.
એ સમય દરમ્યાન અઢી-ત્રણ વર્ષના ગાળામાં તેઓ શ્રીમદે શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂત”અધ્યયનને અનુલક્ષીને આશરે ૫૦૦વ્યાખ્યાનો કર્યા હતાં. એમાં અવસર પામી ‘સંઘ' નામ ધરાવનાર શ્રી જિનાજ્ઞાથી નિરપેક્ષ બનેલાં ટોળાંઓની અયોગ્ય કાર્યવાહીઓને ઉઘાડી પાડી જિનાજ્ઞાનુસારી, તીર્થકરવત્ પૂજ્ય એવા શ્રીસંઘનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવવા માટે શ્રી નંદીસૂત્રનામના મહાન આગમગ્રંથના આધારે ૧૨૦ જેટલાં વ્યાખ્યાનો ફરમાવેલાં. આ બંને ગ્રંથો પરનાં વ્યાખ્યાનો માટે એ વખતના સાક્ષરો લખતા કે “મડદાંને ય ઊભાં કરી દે એવાં પ્રભાવશાળી આ પ્રવચનો છે.' એ વ્યાખ્યાનો માટે આટલી ઓળખ કાફી છે.
સંઘસ્વરૂપને દર્શાવતાં એ વ્યાખ્યાનો પૈકીનાં પચ્ચાસ વ્યાખ્યાનો પૂર્વે જેને પ્રવચન કાર્યાલય દ્વારા છપાઈ બહાર પડ્યાં હતાં. ત્યારબાદ એ જ વિષયના બીજાં સિત્તેર વ્યાખ્યાનો મળી આવતાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીની તારક
એ સમયની પરિસ્થિતિ :
vii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org