________________
જોઈએ.” આવી ઉક્તિઓ બેરોકટોકપણે ઉચ્ચારાતી હતી. “જૈનો ભૂખ્યા છે, ત્યારે લાખોનું દેવદ્રવ્ય પડ્યું રહ્યું શું કામનું ? એનો સામાજિક કાર્યમાં ઉપયોગ થવો જ જોઈએ. જ્ઞાનખાતું આધુનિક સ્કૂલ, કોલેજ માટે વપરાવું જોઈએ. સાધુઓને રોટલો ને ઓટલો સમાજ આપે છે, તો સાધુની ફરજ છે કે સમાજના રોટલા-ઓટલાની ચિંતા કરે, આ જમાનામાં દીક્ષા અને મોક્ષની વાતો કરવાનો શું મતલબ છે ? હમણાં ક્યાં મોક્ષ મળવાનો છે ? પેટમાં કૂવો ને વરઘોડો જુઓની વાત કરવાનો શું અર્થ છે ? પહેલાં લોકોની આંતરડી ઠારો, લોકોને પૈસા-નોકરી-ધંધો કેમ મળે તેનો પ્રબંધ કરો, પછી ધર્મની વાત કરો', એવા વાણીપ્રલાપો પણ એ સમયે સર્વસામાન્ય ગણાતા.
આવી તો કેટકેટલીયે વાતો-વિચારોથી પૂરો જૈન સમાજ એ વખતે ખળભળી ઊડ્યો હતો. એમાં જૈન સંઘના કમનસીબે કેટલાક નામધારી આચાર્યો અને સાધુઓએ પોતાનો સૂર પૂરાવ્યો હતો. શાસ્ત્રપંક્તિઓનો મનભાવન ઉપયોગ, અધૂરા સંદર્ભો અને એના ઉટપટાંગ અર્થો કરી એ ત્યાગી ગણાતાઓએ રાગની કાર્યવાહીમાં સાથ-સહકાર આપ્યો. એ માટે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વાતો ય લવાયી, સમયધર્મને ઓળખોની આદર્શવાદી રજૂઆતો ય કરાયી, પરદેશમાં વસનાર જૈનોના હિતની સૌને ગમી જતી રૂપાળી વાતો કરી, સાધુઓ માટે વાહન-વપરાશ અને પરદેશગમનની છૂટછાટો લેવા-આપવા સુધીની હદે એ ત્યાગીઓએ (!) પ્રયત્ન આદર્યો હતો. “આચાર ગૌણ છે આપણે તો ભાવના પૂજારી !” આવી સુફિયાણી સલાહો પણ અપાતી હતી.
સુધારાવાદના નામે આવી તો કેટલીયે વાતોએ જૈનસંઘમાં અંધાધૂંધી ફેલાવી હતી. એવા કપરા સમયે શ્રી વીર શાસનના સપૂત અને સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાદ આત્મારામના રામ તરીકેની પ્રસિદ્ધિને વરેલા પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મહારાજે એકલપંડે આ દરેકે દરેક વિકૃત વિચાર-આચાર અને પ્રરૂપણામય તોફાન સામે વજની છાતીએ ઝીંક ઝીલી હતી અને એઓશ્રીએ જિનાજ્ઞા પ્રેરિત પ્રબળ સિંહનાદ કરીને અસહ્ય ધ્રુજારો પેદા કર્યો હતો. જેને લઈને એક પ્રચંડ સંક્ષોભ પેદા થવા પામ્યો. અલ્પસત્ત્વવાળાં હરણીયાંઓએ એ સિંહનાદથી ડરી નાસભાગ કરી હતી. જ્યારે સાવ નિ:સત્ત્વ વિરોધીઓએ ચારે તરફ હિનકક્ષાની કાગારોળ મચાવી હતી. શાસનરક્ષા માટે સજ્જ થયેલા પક્ષે અને એની સામે શાસન નાશ માટે ઉદ્યત થયેલા પક્ષે : બંનેએ સામસામો શસ્ત્રસરંજામ ખડો કર્યો હતો. એક તરફ ધીરતા, વીરતા, ગંભીરતા, શાસન નિષ્ઠા, શાસ્ત્રનો અવિહડ vi
એ સમયની પરિસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org