Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ આચારાંગ સૂત્ર-ધૂતાઘ્યયનનાં વ્યાખ્યાનો એ સમયની પરિસ્થિતિ: અનંત કરુણાનિધાન ચરમતીર્થપતિ શ્રમણ ભગવાનશ્રી મહાવીરસ્વામી પરમાત્માનું સ્થાપેલું આ શ્રી જૈનશાસન એ સમયે એક અતિ વિચિત્ર કહી શકાય તેવા સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે હિંદુસ્તાનની કહેવાતી સ્વરાજ્યની ચળવળ ચાલી રહી હતી. એના જ અનુસંધાનમાં અસહકારની હીલચાલ પણ પૂરજોશમાં ચાલુ હતી. પૂરા ભારતમાં ગાંધીવાદ ઘોડાપૂરની જેમ ઉમટી રહ્યો હતો. એના પ્રવાહમાં તણાઈ જૈનોમાં ગણાતો અમુક સુધારક વર્ગ ‘સાધુઓએ રેંટીયો કાંતવો જોઈએ અને સાધ્વીજીઓએ હોસ્પિટલમાં જઈ નર્સનું કામ કરવું જોઈએ' એવું બોલતો-વિચારતો થઈ ગયો હતો. ધર્મનાં તારક અનુષ્ઠાનોમાં કરાતા ધનવ્યય માટે ‘ધનનો ધૂમાડો' શબ્દનો પ્રયોગ કરી, તે અનુષ્ઠાનોની વગોવણી કરાતી હતી, તો બીજી ત૨ફ ભવનિસ્તારક ધર્મક્રિયાઓને ‘જડક્રિયાકાંડ' માં ખપાવી એના ઉપર કુઠારાઘાત કરાતો હતો. દાનનો પ્રવાહ બદલી સઘળી જ શક્તિઓ એમના માનેલા સ્વરાજની ચળવળમાં અને અધ્યાત્મભાવનો નાશ કરી ભૌતિકવાદને પોષનાર શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓમાં વા૫૨વી જોઈએ એવી વાત જોરશોરથી પ્રચારાતી હતી. એક બાજુ ‘બાળદીક્ષા'નો કાતિલ વિરોધ ચાલુ થયો હતો, તો બીજી બાજુ ‘વિધવાવિવાહ' ચાલુ કરવાના મરણીયા પ્રયત્નો કરાતા હતા. ‘શાસ્ત્રો એ જૂનવાણી છે, આજથી ૨૪૦૦-૨૫૦૦ વર્ષ જૂનાં છે, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં નકામાં છે, શાસ્ત્રકારોને નવું કશું ય લખતાં આવડ્યું નથી, માખી ઉપર માખી કરી છે’ જેવી વાતો કરી અંતે એ શાસ્ત્રોને સળગાવી મૂકવા સુધીની નિમ્નકક્ષાની વાતો એ વખતે જાહે૨માં નામધારી પંડિતો, લેખકો અને વક્તાઓ દ્વારા કરાતી હતી. ‘વીતરાગને વળી પૂજાની શી જરૂર ? અમને ખાવા રોટલો નહિ ને પથરાને લાખોનો મુગટ ? આટલાં મંદિરો બસ થયાં, ધર્મસ્થાનો ખાલી પડ્યાં રહે છે તો સમાજ માટે, રાષ્ટ્ર માટે એનો ઉપયોગ કરો' આવી વિચારધારાને વાચા અપાતી હતી. ‘જૈનોએ આધુનિક કેળવણી મેળવવી જોઈએ. એ માટે સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ, હૉસ્ટેલો, સ્કોલરશીપો ચાલુ કરવી જોઈએ. વિજ્ઞાનની શાખાઓનું શિક્ષણ મેળવવું જ જોઈએ, હૃક્ષરકળા શીખાશે નહિ તો જૈનો ભૂખ્યા મરશે, માટે વિદ્યાલયો ખોલવાં જોઈએ અને એ માટે સાધુઓએ ઉપદેશ આપવો એ સમયની પરિસ્થિતિ : Jain Education International For Private & Personal Use Only V www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 306