________________
परिशिष्ट - १
*શ્રી અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથ મૂળ શ્લોકોની ભાષામાં શોષાઈ
પરમ પુરુષ પરમેસર રૂપ, આદિ પુરુષ નઉ અકલ સરૂપ; સામી અસરણ સરણ કહાય, સકલ સુરાસુર સેવે પાય. I
પ્રણમી તાસ ચરણ અરવિંદ, ખરતર ગચ્છપતિ શ્રી જિણચંદ; સંભારી શ્રી સદ્ગુરુ નામ, ભાષા લિખું સંસ્કૃત ઠામ. II અધ્યાતમ કલ્પદ્રુમ લઘઉ, શ્રી મુનિસુંદરસૂરે કહ્યઉ; પરમારથ ઉપદેશન કરી, નવમ શાંતરસપતિ અણુસરી. II અંતર અરિ જીપી જયસિરિ, શાંત રસે શ્રી વીરે વી; નિરવૃતિકા૨ી તે પરિણામ, ચરમ કરણમાં આવ્યા તામ. સકલ મંગલનિધિરૂપી હિયે, આવ્યે નિરુપમ સુખ પામીએ; શિવસુખ તરત લહીજે જિણે, ભાવ ભવિક શાંત રસ તિણે. સમતામાંહિ રહે લયલીન, ન રહે સ્ત્રી સુત ધન અધીન; દેહી મમત ને વિષય કષાય, ન કરે રહે શ્રુતહ ચિત્ત લહાય. વૈરાગી વળી શુદ્ધ શ્રમ દેવ, ગુરુ પ્રમ જાણ કરે વ્રત સેવ; સંવરરૂપી શુભ ચલગતી, સેવો સમતા૨સ શિવમતી. એહ કહ્યા સોળહ અધિકાર, સંગ્રહ એણે શાસ્ત્ર મઝાર; પહિલું તિહાં સમતા ઉપદેશ, વચન કરી ભાખું લવલેશ. II
સામ્યોપદેશ કથન.
ચિત્તબાલ મત મૂંકિ તું, ભાવન બીજ અનૂપ; જિણ તુજે દુરધ્યાન સુર, ન છલઇ છલના રૂપ.
૧
૩
૫
* વિવેચક : મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સાતમી આવૃત્તિ, વિ.૨૦૪૨, પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈમાંથી આભાર પૂર્વક અહીં પ્રકટ કરીએ છીએ. ૧. આ ચોપાઇનું પુસ્તક રા. રા. કેશવલાલ પ્રેમચંદ તરફથી અમદાવાદ ડેલાના ભંડારમાંથી મળી આવ્યું છે, પરંતુ તે બહુ મોડું મળ્યું તેથી પાછળ દાખલ કર્યું છે. વાંચનારની સગવડ માટે દરેક શ્લોકના વિવેચનને અંતે જે ચાલુ નંબર મૂક્યો છે, તે જ નંબર ચોપાઈને પણ આપ્યો છે. આથી સંસ્કૃત શ્લોક સાથે મુકાબલો કરવામાં બહુ સગવડ થવા સંભવ છે. પછીની આવૃત્તિમાં પણ આ જ ગોઠવણ વધારે અનુકૂળ છે એમ ધારીને ફેરફાર કરવામાં આવ્યો નથી. એ જ ગોઠવણ ચાલુ છે. ૐ. જયશ્રી. ૪ આંકડા આ ગ્રંથના સોળ વિભાગ (અધિકાર) બતાવે છે. + છળે.