Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 376
________________ परिशिष्ट-१ જિન અભગતિ મુનિની અવગન્યા, કર્મ અયોગ્ય અધરમ દ્વન્યા; પરવંચન માબાપ અવગણન, કરે પુરુષને વિપદા મલિન. ભગતે પૂજિસ નહી જિન સુણી, ભણી ગુરુબ્રમ મકરિશિ વિરમણી; સનિમિત્ત અનિમિત્ત મેલી પાપ, કિણ હેતે વાંછે શિવમાપ. ચઉપદ જાતે સિંહ જિમ ભિલ્યો, કોઇ સુગુરુ તારે મુઝ મિલ્યો; કોઇક તે બોળે ભવકૂપ, શ્યાલ સમાન અણમિલ્યો ભૂપ. ભર્યે તલાવે તીસીયો સદા, ભૂખ્યો મૂઢ ભર્યે ઘર તદા; દરિદ્રી તે કલ્પદ્રુમ છતે, જે પ્રમાદી ગુરુયોગ હતે. ન ધરમર્ચિત ન ગુરુદેવ ભગત, વૈરાગ્ય લેવા નહીં જસ ચિત્ત; તેહનો જનમ પશુની પરે, નિષ્ફળરૂપ થયો બહુપરે. ન દેવકામ ન સંઘકામ, જસ ધન ખરચાણો નહીં આમ; તસ ધન ઉપાર્જવે ભવકૂપે, પડતાં સ્યું આલંબણ હુયે. કહ્યો દેવગુરુ ધર્મમય, દ્વાદશમો અધિકાર; હિવ મુનીપર શિષ્યાપણે, લિખું યથા અચાર. ॥ -: ઇતિ દ્વાદશમો ગુરુશુધિકાર - ભવભયવા૨ક મુનિવર નમું, જસ મન વિષય કષાયે ગમું; રાગદ્વેષ રહિત પરિણામ, ૨મે ભાવન સંજમને ઠામ. પરમાદે ન કરિસિ સિઝાય, સમિતિ ગુપ્તિ ન ધરીસ ચિત્તલાય; શરીરમોહે ન કરેસિ તપ, કરિસ કષાય બાંધિસ તો અપ. પરીસહ ન સહિસ તિમ ઉપસર્ગ, ધરીશ નહીં શીલંગ રથવર્ગ; તો મુંકાતો પિણ ભવપાર, મુનિ કિમ તુરિસ વેષે ધાર. આજીવિકાયે એ જે વેષ, ધરે ચરિત્ર ન પાલે લેશ; લખિતો ન બીકે લેત જગત, મૃત્યુ નરક, વેષે ન લહત. ૧. અવજ્ઞા, અવગણના ૨. તરસ્યો. ૩. હવે. ૪. કરીશ. ૫. તરીશ. ३६३ ૧૭૬ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398