Page #1
--------------------------------------------------------------------------
________________ 19 700 મહાનીતિ' (વચન સપ્તશતી) સત્ય પણ કરુણામય બોલવું. નિર્દોષ સ્થિતિ રાખવી. વૈરાગી હૃદય રાખવું. દર્શન પણ વૈરાગી રાખવું. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ0ને વશ કરવાં. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. સર્વ-સંગ ઉપાધિ ત્યાગવી. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. સઘળી સ્થિતિ તેમજ. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. 16 પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. 19 શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. મન, વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. 21 વેશ્યા, કુમારી, વિધવાનો તેમજ ત્યાગ. 1 જુઓ આંક 27 તથા આંક ૨૧માં નં. 16
Page #2
--------------------------------------------------------------------------
________________ 22 મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. નિરીક્ષણ કરું નહીં. હાવભાવથી મોહ પામું નહીં. વાતચીત કરું નહીં. એકાંતે રહું નહીં. 27 સ્તુતિ કરું નહીં. 28 ચિંતવન કરું નહીં. શૃંગાર વાંચું નહીં. વિશેષ પ્રસાદ લઉં નહીં. 31 સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. સુગંધી દ્રવ્ય વાપરું નહીં. 33 સ્નાન મંજન કરું નહીં. 34 36 37 કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. વીર્યનો વ્યાઘાત કરું નહીં. વધારે જળપાન કરું નહીં. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. 38 હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) 40 શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. દંપતીસહવાસ લેવું નહીં. 42 મોહનીય સ્થાનકમાં રહું નહીં. 43 એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું. લોકનિંદાથી ડરું નહીં. રાજ્યભયથી ત્રાસું નહીં.
Page #3
--------------------------------------------------------------------------
________________ 46 અસત્ય ઉપદેશ આપું નહીં. ક્રિયા સદોષી કરું નહીં. અહંપદ રાખું કે ભાખું નહીં. 49 સમ્યક પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. 50 નિઃસ્વાર્થપણે વિહાર કરું. અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. પ૨ ધર્માનુરક્ત દર્શનથી વિચરું. સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. 53 પ૪ ક્રોધી વચન ભાખું નહીં. પપ પાપી વચન ભાખું નહીં. પ૬ અસત્ય આજ્ઞા ભાખું નહીં. 57 અપથ્ય પ્રતિજ્ઞા આપે નહીં. 58 સૃષ્ટિસૌદર્યમાં મોહ રાખું નહીં. સુખ દુઃખ પર સમભાવ કરું. રાત્રિભોજન કરું નહીં. જેમાંથી નશો, તે સેવું નહીં. પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાડું નહીં. અતિથિનું સન્માન કરું. 64 પરમાત્માની ભક્તિ કરું. પ્રત્યેક સ્વયંબુધને ભગવાન માનું. તેને દિન પ્રતિ પૂજું. વિદ્વાનોને સન્માન આપું. વિદ્વાનોથી માયા કરું નહીં. માયાવીને વિદ્વાન કર્યું નહીં.
Page #4
--------------------------------------------------------------------------
________________ 70 કોઈ દર્શનને નિંદુ નહીં. અધર્મની સ્તુતિ કરું નહીં. એકપક્ષી મતભેદ બાંધું નહીં. 73 અજ્ઞાન પક્ષને આરાધું નહીં. આત્મપ્રશંસા ઇચ્છું નહીં. પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. માંસાદિક આહાર કરું નહીં. તૃષ્ણાને શમાવું. તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. યોગવડે હૃદયને શુક્લ કરવું. 82 અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. અસંભવિત કલ્પના કરું નહીં. લોક અહિત પ્રણીત કરું નહીં. જ્ઞાનીની નિંદા કરું નહીં. વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. વૈરભાવ કોઈથી રાખું નહીં. 88 માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. રૂડી વાટે તેમનો બદલો આપું. તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. સ્વસ્ત્રીમાં સમભાવથી વર્ત. 92 ઉતાવળો ચાલું નહીં. જોસભેર ચાલું નહીં.
Page #5
--------------------------------------------------------------------------
________________ 94 95 96 મરોડથી ચાલું નહીં. ઉચ્છંખલ વસ્ત્ર પહેરું નહીં. વસ્ત્રનું અભિમાન કરું નહીં. વધારે વાળ રાખું નહીં. ચપોચપ વસ્ત્ર સજું નહીં. અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. 100 ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. 101 રેશમી વસ્ત્રનો ત્યાગ કરું, 102 શાંત ચાલથી ચાલું. 103 ખોટો ભપકો કરું નહીં. 104 ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. 105 બ્રેષમાત્રનો ત્યાગ કરું. 106 રાગદ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. 107 વૈરીના સત્ય વચનને માન આપું. 108 109 110 111 112 113 114 115 116 વાળ રાખું નહીં. (ગૃ૦) 117 કચરો રાખું નહીં.
Page #6
--------------------------------------------------------------------------
________________ 118 ગારો કરું નહીં-આંગણા પાસે. 119 ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) 120 ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) 121 અણગળ પાણી પીઉં નહીં. 122 પાપી જળે નાહું નહીં. 123 વધારે જળ ઢોળું નહીં. 124 વનસ્પતિને દુઃખ આપું નહીં. 125 અસ્વચ્છતા રાખું નહીં. 126 પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. 127 રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. 128 રોગ વગર ઔષધનું સેવન કરું નહીં. 129 વિષયનું ઔષધ ખાઉં નહીં. 130 ખોટી ઉદારતા સેવું નહીં. 131 કૃપણ થાઉં નહીં. 132 આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. 133 આજીવિકા માટે ધર્મ બોધું નહીં. 134 વખતનો અનુપયોગ કરું નહીં. 135 નિયમ વગર કૃત સેવું નહીં. 136 પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. 137 સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. 138 તત્ત્વજ્ઞાનમાં શંક્તિ થાઉં નહીં. 139 તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં. 140 તત્ત્વ આપતાં માયા કરું નહીં. 141 સ્વાર્થને ધર્મ ભાખું નહીં.
Page #7
--------------------------------------------------------------------------
________________ 142 ચારે વર્ગને મંડન કરું. 143 ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. 144 ધર્મ વડે અર્થ પેદા કરું. 145 જડતા જોઈને આક્રોશ પામું નહીં. 146 ખેદની સ્મૃતિ આણું નહીં. 147 મિથ્યાત્વને વિસર્જન કરું, 148 અસત્યને સત્ય કહું નહીં. 149 શૃંગારને ઉત્તેજન આપું નહીં. 150 હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. 151 સૃષ્ટિનો ખેદ વધારું નહીં. ૧૫ર ખોટી મોહિની પેદા કરું નહીં. 153 વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. 154 વિનયને આરાધી રહું. 155 માયાવિનયનો ત્યાગ કરું. 156 અદત્તાદાન લઉં નહીં. 157 ક્લેશ કરું નહીં. 158 દત્તા અનીતિ લઉં નહીં. 159 દુઃખી કરીને ધન લઉં નહીં. 160 ખોટો તોલ તોળું નહીં. 161 ખોટી સાક્ષી પૂરું નહીં. 162 ખોટા સોગન ખાઉં નહીં. 163 હાંસી કરું નહીં. 164 સમભાવથી મૃત્યુને જોઉં. 165 મોતથી હર્ષ માનવો.
Page #8
--------------------------------------------------------------------------
________________ 166 કોઈના મોતથી હસવું નહીં. 167 વિદેહી હૃદયને કરતો જઉં. 168 વિદ્યાનું અભિમાન કરું નહીં. 169 ગુરૂનો ગુરૂ બનું નહીં. 170 અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. 171 ખોટું અપમાન તેને આપું નહીં. 172 અકરણીય વ્યાપાર કરું નહીં. 173 ગુણ વગરનું વક્નત્વ એવું નહીં. 174 તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. ૧૭પ શાસ્ત્ર વાંચું. 176 પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં. 177 સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. 178 સંતોષની પ્રયાચના કરું. 179 સ્વાત્મભક્તિ કરું. 180 સામાન્ય ભક્તિ કરું. 181 અનુપાસક થાઉં. 182 નિરભિમાની થાઉં. 183 મનુષ્ય જાતિનો ભેદ ન ગણું. 184 જડની દયા ખાઉં. 185 વિશેષથી નયન ઠંડાં કરું. 186 સામાન્યથી મિત્ર ભાવ રાખું. 187 પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. 188 સાદા પોશાકને ચાહું. 189 મધુરી વાણી ભાખું.
Page #9
--------------------------------------------------------------------------
________________ 190 મનોવીરત્વની વૃદ્ધિ કરું. 191 પ્રત્યેક પરિષહ સહન કરું. 192 આત્માને પરમેશ્વર માનું. 193 પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે.) 194 ખોટાં લાડ લડાવું નહીં. 195 મલિન રાખું નહીં. 196 અવળી વાતથી સ્તુતિ કરું નહીં. " 197 મોહિનીભાવે નીરખું નહીં.” 198 પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું.” 199 સમવય જોઉં. 200 સમગુણ જોઉં. 201 તારો સિદ્ધાંત તૂટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. 202 પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. 203 તત્વથી કંટાળું નહીં. 204 વિધવા છું. તારા ધર્મને અંગીકૃત કરું. (વિધવા ઇચ્છા કરે છે.) 205 સુવાસી સાજ સજું નહીં. 206 ધર્મકથા કરું. 207 નવરી રહ્યું નહીં. 208 તુચ્છ વિચાર પર જઉં નહીં. 209 સુખની અદેખાઈ કરું નહીં. 210 સંસારને અનિત્ય માનું. 211 શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. 212 પરઘેર જઉં નહીં. 213 કોઈ પુરુષ સાથે વાત કરું નહીં.
Page #10
--------------------------------------------------------------------------
________________ 214 ચંચળતાથી ચાલું નહીં. 215 તાળી દઈ વાત કરું નહીં. 216 પુરુષલક્ષણ રાખું નહીં. 217 કોઈના કહ્યાથી રોષ આણું નહીં. 218 ત્રિદંડથી ખેદ માનું નહીં. 219 મોહદ્રષ્ટિથી વસ્તુ નીરખું નહીં. 220 હૃદયથી બીજું રૂપ રાખું નહીં. 221 સેવ્યની શુદ્ધ ભક્તિ કરુ. (સામાન્ય) 222 નીતિથી ચાલું. 223 તારી આજ્ઞા તોડું નહીં. 224 અવિનય કરું નહીં. 225 ગળ્યા વિના દૂધ પીઉં નહીં. 226 તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. 227 પાપથી જય કરી આનંદ માનું નહીં. 228 ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. 229 નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં. 230 ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું. 231 સારાં સ્થાનની ઇચ્છા ન કરું. 232 અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિસ્વભાવ) 233 કેશલોચન કરું. 234 પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું, 235 તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું. 236 કંદમૂળનું ભક્ષણ ન કરું. 237 કોઈ વસ્તુ જોઈ રાચું નહીં.
Page #11
--------------------------------------------------------------------------
________________ 238 આજીવિકા માટે ઉપદેશક થઉં નહીં. (2) 239 તારા નિયમને તોડું નહીં. 240 શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. 241 તારા નિયમનું ખંડન કરું. 242 રસગારવ થઉં નહીં. 243 કષાય ધારું નહીં. 244 બંધન રાખું નહીં. 245 અબ્રહ્મચર્ય સેવું નહીં. 246 આત્મ પરાત્મ સમાન માનું. (2) 247 લીધો ત્યાગ ત્યાગું નહીં. 248 મૃષા ઇ0 ભાષણ કરું નહીં. 249 કોઈ પાપ એવું નહીં. 250 અબંધ પાપ ક્ષમાવું. 251 સમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય) ૨પર ગુરૂના ઉપદેશને તોડું નહીં. 253 ગુરૂનો અવિનય કરું નહીં. 254 ગુરૂને આસને બેસું નહીં. 255 કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. 256 તેથી શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. 257 મનને સ્થિતિસ્થાપક રાખું. 258 વચનને રામબાણ રાખું. 259 કાયાને કૂર્મરૂપ રાખું. 260 હૃદયને ભમરરૂપ રાખું. 261 હૃદયને કમળરૂપ રાખું.
Page #12
--------------------------------------------------------------------------
________________ ૨૬ર હૃદયને પથ્થરરૂપ રાખું. 263 હૃદયને લીંબુરૂપ રાખું. 264 હૃદયને જળરૂપ રાખું. 265 હૃદયને તેલરૂપ રાખું. 266 હૃદયને અગ્નિરૂપ રાખું. 267 હૃદયને આદર્શરૂપ રાખું. 268 હૃદયને સમુદ્રરૂપ રાખું. 269 વચનને અમૃતરૂપ રાખું. 270 વચનને નિદ્રારૂપ રાખું. 271 વચનને તૃષારૂપ રાખું. 272 વચનને સ્વાધીનરૂપ રાખું. 273 કાયાને કમાનરૂપ રાખું. 274 કાયાને ચંચળરૂપ રાખું. 275 કાયાને નિરપરાધી રાખું. 276 કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) 277 તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું, (તપસ્વીની ઇચ્છા) 278 શીતળ છાયા લઉં છું. 279 સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. 280 માયાથી દૂર રહું છું. 281 પ્રપંચને ત્યાગું છું. 282 સર્વ ત્યાગવસ્તુને જાણું છું. 283 ખોટી પ્રશંસા કરું નહીં. (મુ) બ્ર0 ઉ૦ ગૃ૦ સામાન્ય) 284 ખોટું આળ આપું નહીં. 285 ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં.
Page #13
--------------------------------------------------------------------------
________________ 286 કુટુંબફ્લેશ કરું નહીં. (ગૃ૦ ઉ0) 287 અભ્યાખ્યાન ધારું નહીં. (સાઈ) 288 પિલ્શન થઉં નહીં. 289 અસત્યથી રાચું નહીં. (2) 290 ખડખડ હસું નહીં. (સ્ત્રી) 291 કારણ વિના મોં મલકાવું નહીં 292 કોઈ વેળા હસું નહીં. 293 મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. 294 સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ) 295 સ્થિતિનો ગર્વ કરું નહીં. (ગૃ૦ મુ0). 296 સ્થિતિનો ખેદ કરું નહીં. 297 ખોટો ઉદ્યમ કરું નહીં. 298 અનુદ્યમી રહું નહીં. 299 ખોટી સલાહ આપે નહીં. 50) 300 પાપી સલાહ આપું નહીં. 301 ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (2-3) 302 ખોટી આશા કોઈને આવું નહીં. (ગૃ૦ મુ0 બ્ર0 ઉ0) 303 અસત્ય વચન આપું નહીં. 304 સત્ય વચન ભંગ કરું નહીં. 305 પાંચ સમિતિને ધારણ કરું. (મુ0) 306 અવિનયથી બેસું નહીં. 307 ખોટા મંડળમાં જઉં નહીં. ગૃ૦ મુ0) 308 વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. 309 એનાં વચન શ્રવણ કરું નહીં.
Page #14
--------------------------------------------------------------------------
________________ 310 વાજિંત્ર સાંભળું નહીં. 311 વિવાહવિધિ પૂછું નહીં. 312 એને વખાણું નહીં. 313 મનોરમ્યમાં મોહ માનું નહીં. 314 કર્માધર્મી કરું નહીં. (50) 315 સ્વાર્થે કોઈની આજીવિકા તોડું નહીં. (50) 316 વધબંધનની શિક્ષા કરું નહીં. 317 ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા)) 318 નિયમ વગર વિહાર કરું નહીં. (મુ0) 319 વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યા વિના રહું નહીં. (મુ. ગૃ૦ બ૦ ઉ0) 320 વિષયની વિસ્મૃતિ જ કરું. (મુo ગૃ૦ બ્ર0 ઉ0) 321 સર્વ પ્રકારની નીતિ શીખું. (મુo ગૃ૦ બ૦ ઉ0) 322 ભયભાષા ભાખું નહીં. 323 અપશબ્દ બોલું નહીં. 324 કોઈને શિખડાવું નહીં. 325 અસત્ય મર્મ ભાષા ભાડું નહીં. 326 લીધેલો નિયમ કર્ણોપકર્ણ રીતે તોડું નહીં. 327 પૂંઠચૌર્ય કરું નહીં. 328 અતિથિનો તિરસ્કાર કરું નહીં. ગૃ૦ ઉ0) 329 ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃ૦ ઉ0) 330 પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં. 331 વિના ઉપયોગ દ્રવ્ય રળું નહીં. (ગૃ૦ ઉ૦ બ્ર0) 332 અયોગ્ય કરાર કરાવું નહીં. (ગૃ૦) 333 વધારે વ્યાજ લઉં નહીં.
Page #15
--------------------------------------------------------------------------
________________ 334 હિસાબમાં ભુલાવું નહીં. 335 સ્કૂલ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. 336 દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં. 337 નાસ્તિક્તાનો ઉપદેશ આપું નહીં. (ઉ0) 338 વયમાં પરણું નહીં. (ગુરુ) 339 વય પછી પરણું નહીં. 340 વય પછી સ્ત્રી ભોગવું નહીં. 341 વયમાં સ્ત્રી ભોગવું નહીં. ૩૪ર કુમારપત્નીને બોલાવું નહીં. 343 પરણીય પર અભાવ લાવું નહીં. 344 વૈરાગી અભાવ ગણું નહીં. (ગૃ૦ મુ0) 345 કડવું વચન કર્યું નહીં. 346 હાથ ઉગામ્યું નહીં. 347 અયોગ્ય સ્પર્શ કરું નહીં. 348 બાર દિવસ સ્પર્શ કરું નહીં. 349 અયોગ્ય ઠપકો આપે નહીં. 350 રજસ્વલામાં ભોગવું નહીં. 351 ઋતુદાનમાં અભાવ આપ્યું નહીં. 352 શૃંગારભક્તિ સેવું નહીં. 353 સર્વ પર એ નિયમ, ન્યાય લાગુ કરું. 354 નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં. 355 ખોટી રીતે ચઢાવું નહીં. 356 દિવસે ભોગ ભોગવું નહીં. 357 દિવસે સ્પર્શ કરું નહીં.
Page #16
--------------------------------------------------------------------------
________________ 358 અવભાષાએ બોલાવું નહીં. 359 કોઈનું વ્રત ભંગાવું નહીં. 360 ઝાઝે સ્થળે ભટકું નહીં. 361 સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. 362 ક્રિયાશાળીને નિંદુ નહીં. 363 નગ્ન ચિત્ર નિહાળું નહીં. 364 પ્રતિમાને નિંદુ નહીં. 365 પ્રતિમાને નીરખું નહીં. 366 પ્રતિમાને પૂજું. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) 367 પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) 368 સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) 369 છળ કરું નહીં. 370 નગ્ન સૂઉં નહીં. 371 નગ્ન નાણું નહીં. 372 આછાં લૂગડાં પહેરું નહીં. 373 ઝાઝા અલંકાર પહેરું નહીં. 374 અમર્યાદાથી ચાલું નહીં. 375 ઉતાવળે સાદે બોલું નહીં. 376 પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) 377 તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ૦ ઉ0) 378 ખેદમાં ભોગ ભોગવવો નહીં. 379 સાયંકાળે ભોગ ભોગવવો નહીં. 380 સાયંકાળે જમવું નહીં. 381 અરુણોદયે ભોગ ભોગવવો નહીં.
Page #17
--------------------------------------------------------------------------
________________ 382 ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં. 383 ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. 384 શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. 385 ક્રિયાની કોઈ જરૂર નથી. (પરમહંસ) 386 ધ્યાન વિના એકાંતે રહું નહીં. (મુ0 ગૃ૦ બ્ર0 ઉ0 પ૦) 387 લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. 388 દીર્ઘશંકામાં વખત લગાડું નહીં. 389 ઋતુ ઋતુના શરીરધર્મ સાચવું. (50) 390 આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. (મુ0) 391 અયોગ્ય માર, બંધન કરું નહીં. 392 આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. (મુo ગૃ૦ બ્ર0) 393 બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા) 394 પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુ0 ગૃ૦) 395 અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુ. ગૃ૦ બ૦ ઉ0) 396 બોધું પણ નહીં. 397 વણ ખપની વસ્તુ લઉં નહીં. 398 નાણું નહીં. (મુ) 399 દાતણ કરું નહીં. 400 સંસારસુખ ચાહું નહીં. 401 નીતિ વિના સંસાર ભોગવું નહીં. (50) 402 પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (ગૃ૦) 403 વિરહગ્રંથ ગૂંથું નહીં. (મુળ ગૃ૦ બ૦ ) 404 અયોગ્ય ઉપમા આપું નહીં. (મુ. ગૃ૦ બ૦ ઉ0) 405 સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુ)
Page #18
--------------------------------------------------------------------------
________________ 406 વાદયશ પ્રાપ્ત કરું નહીં. (10) 407 અપવાદથી ખેદ કરું નહીં. 408 ધર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (50) 409 દશાંશ કે - ધર્મમાં કાઢું. (50) 410 સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) 411 તારો બોધેલો મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) 412 સ્વપ્નાનંદખેદ કરું નહીં. 413 આજીવિક વિદ્યા સેવું નહીં. (મુ) 414 તપને વેચું નહીં. (ગૃ૦ બ્ર0) 415 બે વખતથી વધારે જમું નહીં. (ગૃ૦ મુ0 બ૦ ઉ0) 416 સ્ત્રી ભેળો જમું નહીં. (ગૃ૦ ઉ0) 417 કોઈ સાથે જમું નહીં. (સ0) 418 પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (સ0) 419 વધારે ઓછું પથ્ય સાધન કરું નહીં. (સ0) 420 નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપું. 421 નીરાગી ગ્રંથો વાંચું. 422 તત્ત્વને જ ગ્રહણ કરું. 423 નિર્માલ્ય અધ્યયન કરું નહીં. 424 વિચારશક્તિને ખીલવું. 425 જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. 426 એકાંતવાદ લઉં નહીં. 427 નીરાગી અધ્યયનો મુખે કરું, 428 ધર્મકથા શ્રવણ કરું. 429 નિયમિત કર્તવ્ય ચૂકું નહીં.
Page #19
--------------------------------------------------------------------------
________________ 430 અપરાધશિક્ષા તોડું નહીં. 431 યાચકની હાંસી કરું નહીં. 432 સત્પાત્રે દાન આપું. 433 દીનની દયા ખાઉં. 434 દુ:ખીની હાંસી કરું નહીં. 435 ક્ષમાપના વગર શયન કરું નહીં. 436 આળસને ઉત્તેજન આપું નહીં. 437 સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. 438 સ્ત્રીશય્યાનો ત્યાગ કરું. 439 નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. 440 મર્મલેખ કરું નહીં. પર દુઃખે દાઝું. 441 442 અપરાધી પર પણ ક્ષમા કરું. 443 અયોગ્ય લેખ લખું નહીં. 444 આશુપ્રજ્ઞનો વિનય જાળવું. 445 ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. 446 નમ્ર વીરત્વથી તત્ત્વ બોધું. 447 પરમહંસની હાંસી કરું નહીં. 448 આદર્શ જોઉં નહીં. 449 આદર્શમાં જોઈ હસું નહીં. 450 પ્રવાહી પદાર્થમાં મોટું જોઉં નહીં. 451 છબી પડાવું નહીં. 452 અયોગ્ય છબી પડાવું નહીં. 453 અધિકારનો ગેરઉપયોગ કરું નહીં.
Page #20
--------------------------------------------------------------------------
________________ 454 ખોટી હા કહું નહીં. 455 ક્લેશને ઉત્તેજન આપું નહીં. 456 નિંદા કરું નહીં. 457 કર્તવ્ય નિયમ ચૂકું નહીં. 458 દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. 459 ઉત્તમ શક્તિને સાધ્ય કરું. 460 શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. 461 દેશકાળાદિને ઓળખું. 462 કૃત્યનું પરિણામ જોઉં. 463 કોઈનો ઉપકાર ઓળવું નહીં. 464 મિથ્યા સ્તુતિ કરું નહીં. 465 ખોટા દેવ સ્થાપે નહીં. 466 કલ્પિત ધર્મ ચલાવું નહીં. 467 સૃષ્ટિભાવને અધર્મ કહું નહીં. 468 સર્વ શ્રેષ્ઠ તત્વ લોચનદાયક માનું. 469 માનતા માનું નહીં 470 અયોગ્ય પૂજન કરું નહીં. 471 રાત્રે શીતળ જળથી નાહું નહીં. 472 દિવસે ત્રણ વખત નાહું નહીં. 473 માનની અભિલાષા રાખું નહીં. 474 આલાપાદિ લેવું નહીં. 475 બીજા પાસે વાત કરું નહીં. 476 ટૂંકું લક્ષ રાખું નહીં. 477 ઉન્માદ લેવું નહીં.
Page #21
--------------------------------------------------------------------------
________________ 478 રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં. 479 શાંત રસને નિંદુ નહીં. 480 સત્કર્મમાં આડો આવું નહીં. (મુ૦ ગૃ૦) 481 પાછો પાડવા પ્રયત્ન કરું નહીં. 482 મિથ્યા હઠ લઉં નહીં. 483 અવાચકને દુઃખ આપે નહીં. 484 ખોડીલોની સુખશાંતિ વધારું 485 નીતિશાસ્ત્રને માન આપું. 486 હિંસક ધર્મને વળગું નહીં. 487 અનાચારી ધર્મને વળગું નહીં. 488 મિથ્યાવાદીને વળગું નહીં. 489 શૃંગારી ધર્મને વળગું નહીં. 490 અજ્ઞાન ધર્મને વળગું નહીં. 491 કેવળ બ્રહ્મને વળગું નહીં. 492 કેવળ ઉપાસના સેવું નહીં. 493 નિયતવાદ લેવું નહીં. 494 ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. 495 દ્રવ્ય સૃષ્ટિ સાદિસંત કહું નહીં. 496 પુરુષાર્થને નિંદુ નહીં. 497 નિષ્પાપીને ચંચળતાથી છલું નહીં. 498 શરીરનો ભરૂસો કરું નહીં. 499 અયોગ્ય વચને બોલાવું નહીં. 500 આજીવિકા અર્થે નાટક કરું નહીં. 501 મા, બહેનથી એકાંતે રહું નહીં.
Page #22
--------------------------------------------------------------------------
________________ 502 પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં. 503 તત્વધર્મનિંદક પર પણ રોષ ધરવો નહીં. 504 ધીરજ મૂકવી નહીં. 505 ચરિત્રને અભુત કરવું. 506 વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. 507 કોઈનો ઘરસંસાર તોડવો નહીં. 508 અંતરાય નાખવી નહીં 509 શુક્લ ધર્મ ખંડવો નહીં. પ૧૦ નિષ્કામ શીલ આરાધવું. 511 ત્વરિત ભાષા બોલવી નહીં. 512 પાપગ્રંથ ગૂંથું નહીં. 513 સૌર સમય મૌન રહું. 514 વિષય સમય મૌન રહું. પ૧૫ ક્લેશ સમય મૌન રહું. 516 જળ પીતાં મૌન રહું. 517 જમતાં મૌન રહું. 518 પશુપદ્ધતિ જળપાન કરું નહીં. 519 કૂદકો મારી જળમાં પડું નહીં. પ૨૦ સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. પ૨૧ ઊંધું શયન કરું નહીં. પર બે પુરુષ સાથે સૂવું નહીં. પ૨૩ બે સ્ત્રીઓ સાથે સૂવું નહીં. પ૨૪ શાસ્ત્રની આશાતના કરું નહીં. પ૨૫ ગુરૂ આદિકની તેમ જ.
Page #23
--------------------------------------------------------------------------
________________ પ૨૬ સ્વાર્થે યોગ, તપ સાધું નહીં. પ૨૭ દેશાટન કરું. પ૨૮ દેશાટન કરું નહીં. પ૨૯ ચોમાસે સ્થિરતા કરું. 530 સભામાં પાન ખાઉં નહીં. 531 સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરું નહીં. પ૩૨ ભૂલની વિસ્મૃતિ કરવી નહીં પ૩૩ કં૦ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. પ૩૪ કારીગરને ત્યાં (ગુરૂત્વે) જવું નહીં. પ૩૫ તમાકુ સેવવી નહીં. 536 સોપારી બે વખત ખાવી. 537 ગોળ ફૂપમાં નાહવા પડું નહીં. પ૩૮ નિરાશ્રિતને આશ્રય આપું. પ૩૯ સમય વિના વ્યવહાર બોલવો નહીં. 540 પુત્ર લગ્ન કરું. 541 પુત્રી લગ્ન કરુ. પ૪૨ પુનર્લગ્ન કરું નહીં. પ૪૩ પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. 544 સ્ત્રી વિદ્યાશાળી શોધું, કરું. 545 તેઓને ધર્મપાઠ શિખડાવું. 546 પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. 547 ઉપદેશકને સન્માન આપું. 548 અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. 549 કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું.
Page #24
--------------------------------------------------------------------------
________________ પ૫૦ દુઃખ અને ખેદ ભ્રમણા છે. પપ૧ માણસ ચાહે તે કરી શકે. પપ૩ કોઈ કાળે મને દુઃખી માનું નહીં. પપ૪ સૃષ્ટિનાં દુઃખ પ્રકાશન કરું. પપપ સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. પપ૬ પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. પપ૭ પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું. પ૫૮ પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. પ૬૦ સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું. પ૬૧ તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અર્પે. પ૬૨ સૃષ્ટિના પ્રત્યેક (--) ગુણની વૃદ્ધિ કરું. પ૬૩ સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. પ૬૪ એ સિદ્ધાંત તત્વધર્મનો છે; નાસ્તિક્તાનો નથી એમ માનું. પ૬૫ હૃદય શોકિત કરું નહીં. પ૬૬ વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. પ૬૭ તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. પ૬૮ શંકા ન કરું; ઉથાપું નહીં; મંડન કરું. 569 રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. પ૭૧ ન્યાયને ચાહું, વર્ત. 572 ગુણનિધિને માન આપું. પ૭૩ તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું.
Page #25
--------------------------------------------------------------------------
________________ 574 ધર્માલય સ્થાપે. પ૭૫ વિદ્યાલય સ્થાપે. 576 નગર સ્વચ્છ રાખું. 577 વધારે કર નાખું નહીં. પ૭૮ પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. પ૭૯ કોઈ વ્યસન લેવું નહીં. 580 બે સ્ત્રી પરણું નહીં. 581 તત્ત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. 582 બે ) પર સમભાવે જોઉં. 583 સેવક તત્ત્વજ્ઞ રાખું. 584 અજ્ઞાન ક્રિયા તજી દઉં. 585 જ્ઞાન ક્રિયા સેવવા માટે. 586 કપટને પણ જાણવું. 587 અસૂયા સેવું નહીં. 588 ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. 589 સગતિ ધર્મને જ સેવીશ. 590 સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. પ૯૧ ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. 592 જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. 593 ભિક્ષાચારી યાચના સેવું છું. પ૯૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં. 595 જેની તે ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. 596 દેહઘાત કરું નહીં. 597 વ્યાયામાદિ સેવીશ.
Page #26
--------------------------------------------------------------------------
________________ 598 પૌષધાદિક વ્રત સેવું છું. પ૯૯ બાંધેલો આશ્રમ સેવું છું. 600 અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. 601 પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. 602 ધ્રુતરમણ કરું નહીં. 603 રાત્રે શૌરકર્મ કરાવું નહીં. 604 ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. 605 અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં. 606 રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. 607 એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. 608 અનેક દેવ પૂજું નહીં. 609 ગુણસ્તવન સર્વોત્તમ ગણું. 610 સદગુણનું અનુકરણ કરું. 611 શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. 612 સાગર પ્રવાસ કરું નહીં. 613 આશ્રમ નિયમોને જાણું. 614 ક્ષૌરકર્મ નિયમિત રાખવું. 615 જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. 616 જળમાં ડૂબકી મારવી નહીં. 617 કૃષ્ણાદિ પાપ લેશયાનો ત્યાગ કરું છું. 618 સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. 619 નામભક્તિ સેવીશ નહીં. 620 ઊભા ઊભા પાણી પીઉં નહીં. 621 આહાર અંતે પાણી પીઉં નહીં.
Page #27
--------------------------------------------------------------------------
________________ 622 ચાલતાં પાણી પીઉં નહીં. 623 રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં. 624 મિથ્યા ભાષણ કરું નહીં. 625 સશબ્દોને સન્માન આપું. 626 અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં. 627 અયોગ્ય વચન ભાખું નહીં. 628 ઉઘાડે શિરે બેસું નહીં. 629 વારંવાર અવયવો નીરખું નહીં. 630 સ્વરૂપની પ્રશંસા કરું નહીં. 631 કાયા પર ગૃદ્ધભાવે રાચું નહીં. 632 ભારે ભોજન કરું નહીં. 633 તીવ્ર હૃદય રાખું નહીં. 634 માનાર્થે કૃત્ય કરું નહીં. 635 કીત્યર્થે પુણ્ય કરું નહીં. 636 કલ્પિત કથાદ્રષ્ટાંત સત્ય કહું નહીં. 637 અજાણી વાટે રાત્રે ચાલું નહીં. 638 શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. 639 સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. 640 વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. 641 અકૃતધન લઉં નહીં. 642 વળદાર પાઘડી બાંધું નહીં. 643 વળદાર ચલોઠો પહેરું નહીં. 644 મલિન વસ્ત્ર પહેરું. 645 મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં.
Page #28
--------------------------------------------------------------------------
________________ 646 વ્યાખ્યાનશક્તિને આરાધું. 647 ધર્મ નામે ક્લેશમાં પડું નહીં. 648 તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. 649 બને ત્યાં સુધી રાજદ્વારે ચટું નહીં. 650 શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું. 651 નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. 652 પરદુઃખે હર્ષ ધરું નહીં. 653 જેમ બને તેમ ધવળ વસ્ત્ર સજું. 654 દિવસે તેલ નાંખું નહીં. 655 સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. 656 પાપપર્વ એવું નહીં. 657 ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું. 658 ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. 659 શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. 660 સર્વ ધાક મેળાપમાં જઉં નહીં. 661 ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. 662 કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. 663 ઐક્ય નિયમને તોડું નહીં. 664 તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું. 665 મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. 666 અયોગ્ય શયન ત્યાગું છું. 667 અયોગ્ય દાન ત્યાગું છું. 668 બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજું નહીં. 669 દાસત્વ-પરમ-લાભ ત્યાગું છું.
Page #29
--------------------------------------------------------------------------
________________ 670 ધર્મધૂર્તતા ત્યાગું છું. 671 માયાથી નિવત્ છું. 672 પાપમુક્ત મનોરથ મૃત કરું છું. 673 વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. 674 સંતને સંકટ આપું નહીં. ૬૭પ અજાણ્યાને રસ્તો બતાવું. 676 બે ભાવ રાખું નહીં. 677 વસ્તુમાં સેળભેળ કરું નહીં. 678 જીવહિંસક વ્યાપાર કરું નહીં. 679 ના કહેલાં અથાણાદિક સેવું નહીં. 680 એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. 681 સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. 682 ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. 683 આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. 684 ધર્મમિત્રમાં માયા રમું નહીં. 685 ચતુર્વર્તી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. 686 સત્યવાદીને સહાયભૂત થઈશ. 687 ધૂર્ત ત્યાગને ત્યાગું છું. 688 પ્રાણી પર કોપ કરવો નહીં. 689 વસ્તુનું તત્ત્વ જાણવું. 690 સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. 691 અનર્થ પાપ કરું નહીં. 692 આરંભોપાધિ ત્યાગું છું. 693 કુસંગ ત્યાગું છું.
Page #30
--------------------------------------------------------------------------
________________ 694 મોહ ત્યાગું છું. 695 દોષનું પ્રાયશ્ચિત કરીશ. 696 પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. 697 સઘળા કરતાં ધર્મવર્ગ પ્રિય માનીશ. 698 તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. 699 900