________________ 478 રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં. 479 શાંત રસને નિંદુ નહીં. 480 સત્કર્મમાં આડો આવું નહીં. (મુ૦ ગૃ૦) 481 પાછો પાડવા પ્રયત્ન કરું નહીં. 482 મિથ્યા હઠ લઉં નહીં. 483 અવાચકને દુઃખ આપે નહીં. 484 ખોડીલોની સુખશાંતિ વધારું 485 નીતિશાસ્ત્રને માન આપું. 486 હિંસક ધર્મને વળગું નહીં. 487 અનાચારી ધર્મને વળગું નહીં. 488 મિથ્યાવાદીને વળગું નહીં. 489 શૃંગારી ધર્મને વળગું નહીં. 490 અજ્ઞાન ધર્મને વળગું નહીં. 491 કેવળ બ્રહ્મને વળગું નહીં. 492 કેવળ ઉપાસના સેવું નહીં. 493 નિયતવાદ લેવું નહીં. 494 ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. 495 દ્રવ્ય સૃષ્ટિ સાદિસંત કહું નહીં. 496 પુરુષાર્થને નિંદુ નહીં. 497 નિષ્પાપીને ચંચળતાથી છલું નહીં. 498 શરીરનો ભરૂસો કરું નહીં. 499 અયોગ્ય વચને બોલાવું નહીં. 500 આજીવિકા અર્થે નાટક કરું નહીં. 501 મા, બહેનથી એકાંતે રહું નહીં.