________________ 454 ખોટી હા કહું નહીં. 455 ક્લેશને ઉત્તેજન આપું નહીં. 456 નિંદા કરું નહીં. 457 કર્તવ્ય નિયમ ચૂકું નહીં. 458 દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. 459 ઉત્તમ શક્તિને સાધ્ય કરું. 460 શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. 461 દેશકાળાદિને ઓળખું. 462 કૃત્યનું પરિણામ જોઉં. 463 કોઈનો ઉપકાર ઓળવું નહીં. 464 મિથ્યા સ્તુતિ કરું નહીં. 465 ખોટા દેવ સ્થાપે નહીં. 466 કલ્પિત ધર્મ ચલાવું નહીં. 467 સૃષ્ટિભાવને અધર્મ કહું નહીં. 468 સર્વ શ્રેષ્ઠ તત્વ લોચનદાયક માનું. 469 માનતા માનું નહીં 470 અયોગ્ય પૂજન કરું નહીં. 471 રાત્રે શીતળ જળથી નાહું નહીં. 472 દિવસે ત્રણ વખત નાહું નહીં. 473 માનની અભિલાષા રાખું નહીં. 474 આલાપાદિ લેવું નહીં. 475 બીજા પાસે વાત કરું નહીં. 476 ટૂંકું લક્ષ રાખું નહીં. 477 ઉન્માદ લેવું નહીં.