________________ 430 અપરાધશિક્ષા તોડું નહીં. 431 યાચકની હાંસી કરું નહીં. 432 સત્પાત્રે દાન આપું. 433 દીનની દયા ખાઉં. 434 દુ:ખીની હાંસી કરું નહીં. 435 ક્ષમાપના વગર શયન કરું નહીં. 436 આળસને ઉત્તેજન આપું નહીં. 437 સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. 438 સ્ત્રીશય્યાનો ત્યાગ કરું. 439 નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. 440 મર્મલેખ કરું નહીં. પર દુઃખે દાઝું. 441 442 અપરાધી પર પણ ક્ષમા કરું. 443 અયોગ્ય લેખ લખું નહીં. 444 આશુપ્રજ્ઞનો વિનય જાળવું. 445 ધર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. 446 નમ્ર વીરત્વથી તત્ત્વ બોધું. 447 પરમહંસની હાંસી કરું નહીં. 448 આદર્શ જોઉં નહીં. 449 આદર્શમાં જોઈ હસું નહીં. 450 પ્રવાહી પદાર્થમાં મોટું જોઉં નહીં. 451 છબી પડાવું નહીં. 452 અયોગ્ય છબી પડાવું નહીં. 453 અધિકારનો ગેરઉપયોગ કરું નહીં.