________________ 406 વાદયશ પ્રાપ્ત કરું નહીં. (10) 407 અપવાદથી ખેદ કરું નહીં. 408 ધર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (50) 409 દશાંશ કે - ધર્મમાં કાઢું. (50) 410 સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) 411 તારો બોધેલો મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) 412 સ્વપ્નાનંદખેદ કરું નહીં. 413 આજીવિક વિદ્યા સેવું નહીં. (મુ) 414 તપને વેચું નહીં. (ગૃ૦ બ્ર0) 415 બે વખતથી વધારે જમું નહીં. (ગૃ૦ મુ0 બ૦ ઉ0) 416 સ્ત્રી ભેળો જમું નહીં. (ગૃ૦ ઉ0) 417 કોઈ સાથે જમું નહીં. (સ0) 418 પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (સ0) 419 વધારે ઓછું પથ્ય સાધન કરું નહીં. (સ0) 420 નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપું. 421 નીરાગી ગ્રંથો વાંચું. 422 તત્ત્વને જ ગ્રહણ કરું. 423 નિર્માલ્ય અધ્યયન કરું નહીં. 424 વિચારશક્તિને ખીલવું. 425 જ્ઞાન વિના તારો ધર્મ અંગીકૃત કરું નહીં. 426 એકાંતવાદ લઉં નહીં. 427 નીરાગી અધ્યયનો મુખે કરું, 428 ધર્મકથા શ્રવણ કરું. 429 નિયમિત કર્તવ્ય ચૂકું નહીં.