________________ 382 ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં. 383 ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. 384 શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. 385 ક્રિયાની કોઈ જરૂર નથી. (પરમહંસ) 386 ધ્યાન વિના એકાંતે રહું નહીં. (મુ0 ગૃ૦ બ્ર0 ઉ0 પ૦) 387 લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. 388 દીર્ઘશંકામાં વખત લગાડું નહીં. 389 ઋતુ ઋતુના શરીરધર્મ સાચવું. (50) 390 આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. (મુ0) 391 અયોગ્ય માર, બંધન કરું નહીં. 392 આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. (મુo ગૃ૦ બ્ર0) 393 બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા) 394 પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુ0 ગૃ૦) 395 અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુ. ગૃ૦ બ૦ ઉ0) 396 બોધું પણ નહીં. 397 વણ ખપની વસ્તુ લઉં નહીં. 398 નાણું નહીં. (મુ) 399 દાતણ કરું નહીં. 400 સંસારસુખ ચાહું નહીં. 401 નીતિ વિના સંસાર ભોગવું નહીં. (50) 402 પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (ગૃ૦) 403 વિરહગ્રંથ ગૂંથું નહીં. (મુળ ગૃ૦ બ૦ ) 404 અયોગ્ય ઉપમા આપું નહીં. (મુ. ગૃ૦ બ૦ ઉ0) 405 સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુ)