________________ 358 અવભાષાએ બોલાવું નહીં. 359 કોઈનું વ્રત ભંગાવું નહીં. 360 ઝાઝે સ્થળે ભટકું નહીં. 361 સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. 362 ક્રિયાશાળીને નિંદુ નહીં. 363 નગ્ન ચિત્ર નિહાળું નહીં. 364 પ્રતિમાને નિંદુ નહીં. 365 પ્રતિમાને નીરખું નહીં. 366 પ્રતિમાને પૂજું. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) 367 પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) 368 સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) 369 છળ કરું નહીં. 370 નગ્ન સૂઉં નહીં. 371 નગ્ન નાણું નહીં. 372 આછાં લૂગડાં પહેરું નહીં. 373 ઝાઝા અલંકાર પહેરું નહીં. 374 અમર્યાદાથી ચાલું નહીં. 375 ઉતાવળે સાદે બોલું નહીં. 376 પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) 377 તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ૦ ઉ0) 378 ખેદમાં ભોગ ભોગવવો નહીં. 379 સાયંકાળે ભોગ ભોગવવો નહીં. 380 સાયંકાળે જમવું નહીં. 381 અરુણોદયે ભોગ ભોગવવો નહીં.