________________ 502 પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં. 503 તત્વધર્મનિંદક પર પણ રોષ ધરવો નહીં. 504 ધીરજ મૂકવી નહીં. 505 ચરિત્રને અભુત કરવું. 506 વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. 507 કોઈનો ઘરસંસાર તોડવો નહીં. 508 અંતરાય નાખવી નહીં 509 શુક્લ ધર્મ ખંડવો નહીં. પ૧૦ નિષ્કામ શીલ આરાધવું. 511 ત્વરિત ભાષા બોલવી નહીં. 512 પાપગ્રંથ ગૂંથું નહીં. 513 સૌર સમય મૌન રહું. 514 વિષય સમય મૌન રહું. પ૧૫ ક્લેશ સમય મૌન રહું. 516 જળ પીતાં મૌન રહું. 517 જમતાં મૌન રહું. 518 પશુપદ્ધતિ જળપાન કરું નહીં. 519 કૂદકો મારી જળમાં પડું નહીં. પ૨૦ સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. પ૨૧ ઊંધું શયન કરું નહીં. પર બે પુરુષ સાથે સૂવું નહીં. પ૨૩ બે સ્ત્રીઓ સાથે સૂવું નહીં. પ૨૪ શાસ્ત્રની આશાતના કરું નહીં. પ૨૫ ગુરૂ આદિકની તેમ જ.