________________ 622 ચાલતાં પાણી પીઉં નહીં. 623 રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં. 624 મિથ્યા ભાષણ કરું નહીં. 625 સશબ્દોને સન્માન આપું. 626 અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં. 627 અયોગ્ય વચન ભાખું નહીં. 628 ઉઘાડે શિરે બેસું નહીં. 629 વારંવાર અવયવો નીરખું નહીં. 630 સ્વરૂપની પ્રશંસા કરું નહીં. 631 કાયા પર ગૃદ્ધભાવે રાચું નહીં. 632 ભારે ભોજન કરું નહીં. 633 તીવ્ર હૃદય રાખું નહીં. 634 માનાર્થે કૃત્ય કરું નહીં. 635 કીત્યર્થે પુણ્ય કરું નહીં. 636 કલ્પિત કથાદ્રષ્ટાંત સત્ય કહું નહીં. 637 અજાણી વાટે રાત્રે ચાલું નહીં. 638 શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. 639 સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. 640 વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. 641 અકૃતધન લઉં નહીં. 642 વળદાર પાઘડી બાંધું નહીં. 643 વળદાર ચલોઠો પહેરું નહીં. 644 મલિન વસ્ત્ર પહેરું. 645 મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં.