________________ 646 વ્યાખ્યાનશક્તિને આરાધું. 647 ધર્મ નામે ક્લેશમાં પડું નહીં. 648 તારા ધર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. 649 બને ત્યાં સુધી રાજદ્વારે ચટું નહીં. 650 શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું. 651 નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. 652 પરદુઃખે હર્ષ ધરું નહીં. 653 જેમ બને તેમ ધવળ વસ્ત્ર સજું. 654 દિવસે તેલ નાંખું નહીં. 655 સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. 656 પાપપર્વ એવું નહીં. 657 ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું. 658 ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. 659 શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. 660 સર્વ ધાક મેળાપમાં જઉં નહીં. 661 ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. 662 કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. 663 ઐક્ય નિયમને તોડું નહીં. 664 તન, મન, ધન, વચન અને આત્મા સમર્પણ કરું છું. 665 મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. 666 અયોગ્ય શયન ત્યાગું છું. 667 અયોગ્ય દાન ત્યાગું છું. 668 બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજું નહીં. 669 દાસત્વ-પરમ-લાભ ત્યાગું છું.