________________ 670 ધર્મધૂર્તતા ત્યાગું છું. 671 માયાથી નિવત્ છું. 672 પાપમુક્ત મનોરથ મૃત કરું છું. 673 વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. 674 સંતને સંકટ આપું નહીં. ૬૭પ અજાણ્યાને રસ્તો બતાવું. 676 બે ભાવ રાખું નહીં. 677 વસ્તુમાં સેળભેળ કરું નહીં. 678 જીવહિંસક વ્યાપાર કરું નહીં. 679 ના કહેલાં અથાણાદિક સેવું નહીં. 680 એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. 681 સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. 682 ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. 683 આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. 684 ધર્મમિત્રમાં માયા રમું નહીં. 685 ચતુર્વર્તી ધર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. 686 સત્યવાદીને સહાયભૂત થઈશ. 687 ધૂર્ત ત્યાગને ત્યાગું છું. 688 પ્રાણી પર કોપ કરવો નહીં. 689 વસ્તુનું તત્ત્વ જાણવું. 690 સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. 691 અનર્થ પાપ કરું નહીં. 692 આરંભોપાધિ ત્યાગું છું. 693 કુસંગ ત્યાગું છું.