________________ 598 પૌષધાદિક વ્રત સેવું છું. પ૯૯ બાંધેલો આશ્રમ સેવું છું. 600 અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. 601 પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. 602 ધ્રુતરમણ કરું નહીં. 603 રાત્રે શૌરકર્મ કરાવું નહીં. 604 ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. 605 અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં. 606 રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. 607 એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. 608 અનેક દેવ પૂજું નહીં. 609 ગુણસ્તવન સર્વોત્તમ ગણું. 610 સદગુણનું અનુકરણ કરું. 611 શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. 612 સાગર પ્રવાસ કરું નહીં. 613 આશ્રમ નિયમોને જાણું. 614 ક્ષૌરકર્મ નિયમિત રાખવું. 615 જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. 616 જળમાં ડૂબકી મારવી નહીં. 617 કૃષ્ણાદિ પાપ લેશયાનો ત્યાગ કરું છું. 618 સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. 619 નામભક્તિ સેવીશ નહીં. 620 ઊભા ઊભા પાણી પીઉં નહીં. 621 આહાર અંતે પાણી પીઉં નહીં.