________________ 238 આજીવિકા માટે ઉપદેશક થઉં નહીં. (2) 239 તારા નિયમને તોડું નહીં. 240 શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. 241 તારા નિયમનું ખંડન કરું. 242 રસગારવ થઉં નહીં. 243 કષાય ધારું નહીં. 244 બંધન રાખું નહીં. 245 અબ્રહ્મચર્ય સેવું નહીં. 246 આત્મ પરાત્મ સમાન માનું. (2) 247 લીધો ત્યાગ ત્યાગું નહીં. 248 મૃષા ઇ0 ભાષણ કરું નહીં. 249 કોઈ પાપ એવું નહીં. 250 અબંધ પાપ ક્ષમાવું. 251 સમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય) ૨પર ગુરૂના ઉપદેશને તોડું નહીં. 253 ગુરૂનો અવિનય કરું નહીં. 254 ગુરૂને આસને બેસું નહીં. 255 કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. 256 તેથી શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. 257 મનને સ્થિતિસ્થાપક રાખું. 258 વચનને રામબાણ રાખું. 259 કાયાને કૂર્મરૂપ રાખું. 260 હૃદયને ભમરરૂપ રાખું. 261 હૃદયને કમળરૂપ રાખું.