________________ ૨૬ર હૃદયને પથ્થરરૂપ રાખું. 263 હૃદયને લીંબુરૂપ રાખું. 264 હૃદયને જળરૂપ રાખું. 265 હૃદયને તેલરૂપ રાખું. 266 હૃદયને અગ્નિરૂપ રાખું. 267 હૃદયને આદર્શરૂપ રાખું. 268 હૃદયને સમુદ્રરૂપ રાખું. 269 વચનને અમૃતરૂપ રાખું. 270 વચનને નિદ્રારૂપ રાખું. 271 વચનને તૃષારૂપ રાખું. 272 વચનને સ્વાધીનરૂપ રાખું. 273 કાયાને કમાનરૂપ રાખું. 274 કાયાને ચંચળરૂપ રાખું. 275 કાયાને નિરપરાધી રાખું. 276 કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) 277 તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું, (તપસ્વીની ઇચ્છા) 278 શીતળ છાયા લઉં છું. 279 સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. 280 માયાથી દૂર રહું છું. 281 પ્રપંચને ત્યાગું છું. 282 સર્વ ત્યાગવસ્તુને જાણું છું. 283 ખોટી પ્રશંસા કરું નહીં. (મુ) બ્ર0 ઉ૦ ગૃ૦ સામાન્ય) 284 ખોટું આળ આપું નહીં. 285 ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં.