________________ 214 ચંચળતાથી ચાલું નહીં. 215 તાળી દઈ વાત કરું નહીં. 216 પુરુષલક્ષણ રાખું નહીં. 217 કોઈના કહ્યાથી રોષ આણું નહીં. 218 ત્રિદંડથી ખેદ માનું નહીં. 219 મોહદ્રષ્ટિથી વસ્તુ નીરખું નહીં. 220 હૃદયથી બીજું રૂપ રાખું નહીં. 221 સેવ્યની શુદ્ધ ભક્તિ કરુ. (સામાન્ય) 222 નીતિથી ચાલું. 223 તારી આજ્ઞા તોડું નહીં. 224 અવિનય કરું નહીં. 225 ગળ્યા વિના દૂધ પીઉં નહીં. 226 તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. 227 પાપથી જય કરી આનંદ માનું નહીં. 228 ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. 229 નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં. 230 ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું. 231 સારાં સ્થાનની ઇચ્છા ન કરું. 232 અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિસ્વભાવ) 233 કેશલોચન કરું. 234 પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું, 235 તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું. 236 કંદમૂળનું ભક્ષણ ન કરું. 237 કોઈ વસ્તુ જોઈ રાચું નહીં.