________________ 190 મનોવીરત્વની વૃદ્ધિ કરું. 191 પ્રત્યેક પરિષહ સહન કરું. 192 આત્માને પરમેશ્વર માનું. 193 પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે.) 194 ખોટાં લાડ લડાવું નહીં. 195 મલિન રાખું નહીં. 196 અવળી વાતથી સ્તુતિ કરું નહીં. " 197 મોહિનીભાવે નીરખું નહીં.” 198 પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું.” 199 સમવય જોઉં. 200 સમગુણ જોઉં. 201 તારો સિદ્ધાંત તૂટે તેમ સંસારવ્યવહાર ન ચલાવું. 202 પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. 203 તત્વથી કંટાળું નહીં. 204 વિધવા છું. તારા ધર્મને અંગીકૃત કરું. (વિધવા ઇચ્છા કરે છે.) 205 સુવાસી સાજ સજું નહીં. 206 ધર્મકથા કરું. 207 નવરી રહ્યું નહીં. 208 તુચ્છ વિચાર પર જઉં નહીં. 209 સુખની અદેખાઈ કરું નહીં. 210 સંસારને અનિત્ય માનું. 211 શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. 212 પરઘેર જઉં નહીં. 213 કોઈ પુરુષ સાથે વાત કરું નહીં.