________________ પ૫૦ દુઃખ અને ખેદ ભ્રમણા છે. પપ૧ માણસ ચાહે તે કરી શકે. પપ૩ કોઈ કાળે મને દુઃખી માનું નહીં. પપ૪ સૃષ્ટિનાં દુઃખ પ્રકાશન કરું. પપપ સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. પપ૬ પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. પપ૭ પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું. પ૫૮ પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. પ૬૦ સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું. પ૬૧ તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અર્પે. પ૬૨ સૃષ્ટિના પ્રત્યેક (--) ગુણની વૃદ્ધિ કરું. પ૬૩ સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. પ૬૪ એ સિદ્ધાંત તત્વધર્મનો છે; નાસ્તિક્તાનો નથી એમ માનું. પ૬૫ હૃદય શોકિત કરું નહીં. પ૬૬ વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. પ૬૭ તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. પ૬૮ શંકા ન કરું; ઉથાપું નહીં; મંડન કરું. 569 રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. પ૭૧ ન્યાયને ચાહું, વર્ત. 572 ગુણનિધિને માન આપું. પ૭૩ તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું.