________________ 70 કોઈ દર્શનને નિંદુ નહીં. અધર્મની સ્તુતિ કરું નહીં. એકપક્ષી મતભેદ બાંધું નહીં. 73 અજ્ઞાન પક્ષને આરાધું નહીં. આત્મપ્રશંસા ઇચ્છું નહીં. પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. માંસાદિક આહાર કરું નહીં. તૃષ્ણાને શમાવું. તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. યોગવડે હૃદયને શુક્લ કરવું. 82 અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. અસંભવિત કલ્પના કરું નહીં. લોક અહિત પ્રણીત કરું નહીં. જ્ઞાનીની નિંદા કરું નહીં. વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. વૈરભાવ કોઈથી રાખું નહીં. 88 માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. રૂડી વાટે તેમનો બદલો આપું. તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. સ્વસ્ત્રીમાં સમભાવથી વર્ત. 92 ઉતાવળો ચાલું નહીં. જોસભેર ચાલું નહીં.