________________ 118 ગારો કરું નહીં-આંગણા પાસે. 119 ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) 120 ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) 121 અણગળ પાણી પીઉં નહીં. 122 પાપી જળે નાહું નહીં. 123 વધારે જળ ઢોળું નહીં. 124 વનસ્પતિને દુઃખ આપું નહીં. 125 અસ્વચ્છતા રાખું નહીં. 126 પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. 127 રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. 128 રોગ વગર ઔષધનું સેવન કરું નહીં. 129 વિષયનું ઔષધ ખાઉં નહીં. 130 ખોટી ઉદારતા સેવું નહીં. 131 કૃપણ થાઉં નહીં. 132 આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. 133 આજીવિકા માટે ધર્મ બોધું નહીં. 134 વખતનો અનુપયોગ કરું નહીં. 135 નિયમ વગર કૃત સેવું નહીં. 136 પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. 137 સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. 138 તત્ત્વજ્ઞાનમાં શંક્તિ થાઉં નહીં. 139 તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં. 140 તત્ત્વ આપતાં માયા કરું નહીં. 141 સ્વાર્થને ધર્મ ભાખું નહીં.