________________ 142 ચારે વર્ગને મંડન કરું. 143 ધર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. 144 ધર્મ વડે અર્થ પેદા કરું. 145 જડતા જોઈને આક્રોશ પામું નહીં. 146 ખેદની સ્મૃતિ આણું નહીં. 147 મિથ્યાત્વને વિસર્જન કરું, 148 અસત્યને સત્ય કહું નહીં. 149 શૃંગારને ઉત્તેજન આપું નહીં. 150 હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. 151 સૃષ્ટિનો ખેદ વધારું નહીં. ૧૫ર ખોટી મોહિની પેદા કરું નહીં. 153 વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. 154 વિનયને આરાધી રહું. 155 માયાવિનયનો ત્યાગ કરું. 156 અદત્તાદાન લઉં નહીં. 157 ક્લેશ કરું નહીં. 158 દત્તા અનીતિ લઉં નહીં. 159 દુઃખી કરીને ધન લઉં નહીં. 160 ખોટો તોલ તોળું નહીં. 161 ખોટી સાક્ષી પૂરું નહીં. 162 ખોટા સોગન ખાઉં નહીં. 163 હાંસી કરું નહીં. 164 સમભાવથી મૃત્યુને જોઉં. 165 મોતથી હર્ષ માનવો.